29 વર્ષની છોકરીએ બનાવ્યો 63 વર્ષનો બોયફ્રેન્ડ, ગણાવ્યા વૃદ્ધને ડેટ કરવાના ફાયદા- ચકરાઇ ગયુ લોકોનું માથુ

એવું કહેવાય છે કે પ્રેમ માત્ર લાગણીઓ જ જુએ છે બીજું કંઈ નહીં. જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પસંદ કરવા લાગે છે, ત્યારે તેને લાગણીઓ સિવાય બીજું કંઈ દેખાતું નથી. ન જાતિ-ધર્મ, ન અમીર-ગરીબી કે ન ઉંમર. જો કે હવે સંબંધમાં કોઈ બંધન નથી રહ્યુ અને એટલે જ છોકરીઓ પોતાનાથી 25-30 વર્ષ મોટી વ્યક્તિના પ્રેમમાં પડે છે અને પોતાનું રિલેશન ફ્લોન્ટ પણ કરે છે. ધ સનના અહેવાલ મુજબ, એક છોકરીએ પોતે કહ્યું કે તે તેના કરતા 30 વર્ષ મોટા પુરુષ સાથે રિલેશનમાં છે.

ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી નોવા કહે છે કે તે તેના 63 વર્ષિય બોયફ્રેન્ડથી ઘણી ખુશ છે. તેમનો આ સંબંધ તેમને માત્ર ખુશી જ નથી આપતો પરંતુ તેમાં રહીને તે ઘણું શીખી રહી છે.આ કહાની 29 વર્ષની Nova Hawthorne અને તેના પ્રેમી જેમ્સની છે. નોવા અને જેમ્સ ઓનલાઈન મળ્યા હતા અને તેમનો સંબંધ 5 વર્ષથી સારો ચાલી રહ્યો છે. નોવા ઑસ્ટ્રેલિયાના મેલબોર્નની રહેવાસી છે.

તે કહે છે કે તેને આ સંબંધ ખૂબ જ ગમે છે કારણ કે જેમ્સ તેના પર ભેટો વરસાવે છે અને તેને વિશેષ અનુભવ કરાવે છે. બંને વચ્ચે ઉંમરના અંતરને કારણે, બંને જીવનના જુદા જુદા તબક્કામાં હોવાથી તેમની વચ્ચે ઘણી બાબતો અલગ છે. નોવા કહે છે કે તમારાથી મોટી ઉંમરના પુરુષને ડેટ કરવાના ઘણા ફાયદા છે. તે છોકરાઓની જેમ પરેશાન નથી થતો અને એકદમ શાંત-બુદ્ધિશાળી છે. તેની પાસે વધુ અનુભવ હોવાથી તે માત્ર સીધી વાત જ નથી કરતો પરંતુ એક સફળ બિઝનેસમેન હોવાને કારણે તે તેમને બિઝનેસની ટ્રિક્સ પણ શીખવે છે.

નોવા કહે છે કે જ્ઞાન તેમના સંબંધોમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. તે કારકિર્દી બનાવવાના તબક્કે છે અને જેમ્સે તેને ઠહેરાવ આપી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, તેમના અનુભવો તેમને તેમનો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરે છે. નોવા કહે છે કે તેઓ સાથે જીવનનો આનંદ માણે છે અને એકબીજાને સપોર્ટ પણ કરે છે.

Shah Jina