પંજાબી અને ખેસારી લાલ યાદવ સાથે ભોજપુરી મ્યુઝિક આલ્બમ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રી નેહા મલિકે સોશિયલ મીડિયા પર પોતાની હોટનેસનો સ્પર્શ ઉમેર્યો છે.
નેહાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ડીપ નેક રેડ ગાઉનમાં સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળી રહી છે. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે નેહાનો આ લુક ચાહકોના હૃદયના ધબકારા વધારી રહ્યો છે. તસવીરોમાં નેહાની હોટનેસ અને ગ્લેમર સ્ટાઇલ જોવા મળે છે.
તેના ગ્લેમરસ અવતારે તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે, અને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. નેહા મલિકનું રેડ બોડી ફીટેડ મેક્સી ડ્રેસમાં હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઈ ગયું. નેહાએ જે ગાઉન પહેર્યુ છે તે સ્લીવલેસની સાથે સાથે ડીપ નેક છે અને બોડી ફિટેડ પણ છે. આ લુકમાં નેહા એકદમ ક્લાસી લાગી રહી હતી.
આ લુકમાં નેહા મલિકે સેક્સી પોઝ પણ આપ્યા હતા અને કર્વી ફિગર ફ્લોન્ટ કર્યુ હતુ. નેહા ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન આપીને લાઈમલાઈટમાં પણ આવી ચુકી છે. નેહા ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે, જ્યાં લોકોએ તેનો ડાન્સ ઘણો પસંદ કર્યો છે. નેહા મલિકને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ ફોલો કરે છે, ઈન્સ્ટાગ્રામ પર તેના 4 મિલિયન ફોલોઅર્સ છે.
નેહા મલિકે સાઉથની ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે, પરંતુ હાલમાં તેને ત્યાં વધુ સફળતા મળી નથી. નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો-વીડિયો શેર કરી ફેન્સનો દિવસ બનાવે છે. જણાવી દઈએ કે નેહા ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ સાથે મ્યુઝિક વિડિયો ‘તેરે મેરે દરમિયાં’માં જોવા મળી હતી, પરંતુ આ પહેલા તેણે પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું.
તે ગુલાબી, કર્તા પાયજામા, મુસાફિર 2022 અને સખિયાં જેવા ઘણા લોકપ્રિય મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. આ સિવાય નેહા મલિકે ફિલ્મ ‘ભંવરી કા જાલ’માં પણ કામ કર્યું છે. આ તેની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી, જે 2016માં રિલીઝ થઈ હતી. આમાં તેની એક્ટિંગ અને એક્સપ્રેશનને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
તેના કરિયરની વાત કરીએ તો તેણે 2012માં મોડલિંગમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે બાળપણથી જ મોડલ બનવા માંગતી હતી. નેહા મલિકે વર્ષ 2012માં અરબ ફેશન વીકમાં મોસ્ટ બ્યુટીફુલ વુમન માટે ત્રીજા સ્થાન પર પોતાની જગ્યા બનાવી હતી.