શું પટૌડી ખાનદાનના લાડલાને ડેટ કરી રહી છે શ્વેતા તિવારીની દીકરી પલક ? રિલેશન પર તોડી ચુપ્પી, કહ્યુ

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી અવાર નવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક પલક તેની ફિટનેસને લઈને તો ક્યારેક તેની લવ લાઈફને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મી ગલિયારામાં એવી ચર્ચા છે કે શ્વેતાની દીકરી પલક બોલિવુડ એક્ટર સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી છે.

ત્યારે આ મામલે તાજેતરમાં જ પલકે પોતાનું મૌન તોડ્યું અને ખુલીને વાત કરી. જણાવી દઇએ કે, પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જો કે અભિનેત્રી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે.

રિપોર્ટ્સનું માનીએ તો પલક તિવારી ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે જેના કારણે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ત્યારે પલકએ સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યુમાં આ અંગે ખુલીને વાત કરી. ઈન્ટરવ્યુમાં પલકે કહ્યું કે ઈબ્રાહિમ અને હું માત્ર પબ્લિકમાં કે સોશલ પાર્ટીઝ અને ગેધરીંગ્સમાં જ મળીએ છીએ.

જ્યારે પાર્ટી પૂરી થઈ જાય છે, ત્યારે અમે બંને સંપર્કમાં નથી રહેતા. ઈબ્રાહિમ મને મેસેજ પણ નથી કરતો. તે મારો સારો મિત્ર છે અને મને તેની કંપની ગમે છે.આવી રીતે પલકે ઇબ્રાહિમ સાથેની ડેટિંગની અફવાઓને નકારી દીધી. હાલમાં જ પલક માલદીવની તેની બિકિની તસવીરોને લઇને હેડલાઇન્સમાં છે.

પલકની આ બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ અભિનેત્રીના કર્વી ફિગરના દિવાના બની ગયા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો પલક તિવારી ટૂંક સમયમાં જ સંજય દત્ત સાથે એક મોટી ફિલ્મમાં જોવા મળવાની છે. આ સિવાય તેની પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે.

Shah Jina