કયારેક-કયારેક સોશ્યિલ મીડિયા પર વાઇરલ થવા વાળા વીડિયો જોઈ હેરાની થાય છે. કેમકે એવા ઘણા વીડિયો હોય છે જેમાં મનોરંજન કન્ટેન્ટ હોતો નથી. ઘણીવાર લોકો વીડિયો જોઈ હસે છે અને તેને સ્ક્રોલ કરી દે છે. ઇન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો હાલમાં વાઇરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઈ રહેલી મહિલા ના તો કોઈ ગીત ગાય છે અને ના તો ડાન્સ કરે છે. ઓડિયો ચાલુ થતા જ મહિલા ભાગી જાય છે.
આ વીડિયોને 3 કરોડથી વધારે વ્યૂઝ અને 8 લાખથી વધારે લાઇક્સ મળી છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયો કોમેન્ટ કરી છે. આ વીડિયોને khushivideos1m નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો જોવા વાળા લોકો કોમેન્ટના માધ્યમથી તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં કંઈ ખાસ નથી. પરંતુ લોકોનું આને જોવું હેરાન કરે છે. આ વીડિયો પર SWIGGY એ પણ કોમેન્ટ કરી છે કે ઓર્ડર અમારી બાજુની બિલ્ડીંગમાં હોતો તો અમારા ડીલિવરી બૉય્સ પણ આવી રીતે જ ભાગતા.
આ વીડિયો જોઈને લાગે છે સોશ્યિલ મીડિયા પર કઈ પણ વાઇરલ થઇ શકે છે. ઘણા ઈનફૂલેન્સર તેમના વીડિયો પર વધારે વ્યૂઝ મેળવવા અલગ-અલગ યુક્તિઓ કરે છે. સારા કપડાં પહેરીને સારો ડાન્સ કરતા હોય છે તો પણ તેમનો વીડિયો વાયરલ નથી થતો. આ મહિલાના વીડિયોમાં આવું કંઈ જ નથી. તો પણ આ વીડિયોને 3 કરોડથી વધારે વાર જોઈ લેવાયો છે. યલો ડ્રેસ પહેરેલી મહિલા કેમેરો ચાલુ કરે છે અને પાછળ જાય છે.
આ પછી જોતજોતામાં તે જોરથી ભાગવાનું ચાલુ કરે છે. બેકગ્રાઉન્ડમાં ‘તું રુઠા, તું રુઠા, ઇતની દૂર ચલી જાઉંગી’ ગીત વાગી રહ્યું છે. આ પોસ્ટમાં એક કબૂતર પણ જોઈ શકાય છે. એક યુઝરે મજાકમાં કોમેન્ટ કરી,’મુન્ની ફરી પાકિસ્તાન જતી રહી.’ તમારી એકટિંગ જોઈને કબૂતર પણ આત્મહત્યા કરી રહ્યું છે.
View this post on Instagram