કાશ ! અમારા ક્લાસમાં પણ આવા ઝક્કાસ ટીચર હોતા… વીડિયો જોઇ યુઝર્સ બોલવા લાગ્યા આવું- જુઓ તમે પણ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા ટીચર વિદ્યાર્થીઓને ભણાવાનો એક અલગ પ્રયોગ દેખાડી રહી છે. આ વીડિયોએ લોકોનું ધ્યાન આકષર્તી કર્યુ છે. વીડિયોને @gulzar_sahab નામના x એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ટીચર તેમના વિદ્યાર્થીઓને માત્રાઓ સમજાવા માટે ડાન્સ કરી રહી છે.

વીડિયોમાં ટીચર તેમના હાથને પગને અને માથાને નજીક લાવી ડાન્સ કરીને માત્રાઓ બોલવાનો પ્રયાસ કરે છે. ટીચરના આ નવા ઉપાયને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે અને ક્લાસમાં બેઠલા છાત્રો ઘણા હસતા અને સમજતા જોવા મળ્યા. મહિલા ટીચરની જોડે-જોડે વિદ્યાર્થીઓ પણ માત્રાઓને બોલે છે. લાગી રહ્યું છે કે આ વીડિયો એક સરકારી સ્કૂલનો છે.

વીડિયો પોસ્ટ કર્યા પછી હજારો લાઇક્સ અને લગભગ હજાર શેર મળી ચુક્યા છે. યુઝર્સે ઘણી બધી પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકો એ ટીચરના ક્રિએટીવ ઉપાયના વખાણ કર્યા. એક યુઝરે ભણાવાના ઉપાયની પ્રશંસા કરી પરંતુ માત્રાઓના ઉચ્ચારણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

જો કે એક યુઝરે ‘ઝિંદગી ગુલઝાર હે’ એકાઉન્ટની ખુબ ટીકા કરી. તેનું કેહવું છે કે આ એકાઉન્ટ પણ રીલના લોકોના જાળમાં ફસાઈ ગયું અને આ વાત પર ધ્યાન ના આપ્યું કે ટીચર તેમના મોબાઇલના કેમેરાથી રીલ બનાવી રહ્યા છે. જો કે ઘણા યુઝર્સે ટીચરના ખુબ વખાણ કર્યા.

Devarsh