દહીં તિખારી બનાવી ઇન્ટરનેટ પર છવાયો નાનો માસ્ટરશેફ, 6 કરોડથી પણ વધારે વાર જોવામાં આવ્યો વીડિયો

સોશ્યિલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહેતા હોય છે. ત્યારે ઇન્સ્ટાગ્રામની દુનિયામાં એક એવો બાળક છે, જે ઈન્ટરનેટ પર માત્ર ચુલા અને તવાથી ફેમસ છે. ‘વિવેક કુકિંગ બોય’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અવારનવાર તેના કુકિંગ વિડિયોઝ પોસ્ટ કરવામાં આવે છે.

આ વીડિયો ઝડપથી વાયરલ પણ થઇ જતા હોય છે.પરંતુ આ વખતે બાળકે કમાલ કરી છે. તેનો દહીં તિખારી બનવાનો વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 6 કરોડથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. ક્લિપમાં બાળક બહુ સરળ રીતે દહીં તિખારીની રેસપિ કહે છે અને બનાવીને બતાવે પણ છે. સરળતાથી કુકિંગ રેસીપી સમજાવવી એ તેનો કેન્ટેન્ટ છે, જે યુઝર્સને ઘણો પસંદ આવે છે. લોકો વીડિયોના કોમેન્ટ સેકશનમાં બાળક પર ઘણો પ્રેમ વરસાવે છે.

આ રીલની શરૂવાતમાં જ બાળક કહે છે કે લખીને લઇ લો, આ દહીં તિખારી એક વાર બનાવી ખાસો તો તમે વારંવાર બનાવીને ખાસો. પછી તે દહીં તિખારી બનવાનું શરુ કરે છે અને બનાવીને બતાવે પણ છે. સૌપ્રથમ તે ખેતરમાં મુકેલા ચુલા ઉપર પેન મૂકે છે અને તેમાં તેલ ગરમ કરે છે. આ પછી રાઇ, જીરું અને હિંગ નાખે છે અને પેનમાં લસણ, લીલા મરચા અને કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ બનાવીને નાખે છે. આ પછી તેને થોડી વાર ગરમ કરે છે.

ત્યારબાદ આમા લીમડાના પતા, મીઠું, હળદર અને ધાણા પાવડર નાખીને તડકો કરે છે. બાળક પછી કહે છે કે દહીંને ભૂલથી પણ તડકા સાથે ગરમ નથી કરવાનું, નહિ તો સ્વાદ ખરાબ થઇ જશે. તડકાને થોડો ઠંડો થયા પછી તે તેમાં દહીં નાખે છે અને તેની ઉપર ધાણાથી ગાર્નિશ કરે છે. આ પોસ્ટ વ્યુઝ અને લાઈક્સ સાથે સાથે કોમેન્ટથી પણ ભરાઈ ગઇ છે.

એક યુઝર એ પોસ્ટ પર કરીને લખ્યું- આ તો બહુ ટેસ્ટી લાગે છે. બીજા એ લખ્યું કે વાહ, આ બાળક હકીકતમાં ટેલેંટેડ છે. અન્ય એકે લખ્યું કે આજકાલના બાળકો સાચેમાં કમાલ છે, આ ભવિષ્યનો સિતારો છે. બીજા એકે લખ્યું કે હું આવા દેશી ખાવાને દિલથી પસંદ કરું છુ. ઇન્સ્ટાગ્રામ પર @villagecookingboy_official એ આ રીલ પોસ્ટ કરતા લખ્યું- દહીં તિખારી 5 મિનિટમાં તૈયાર. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 6 કરોડથી પણ વધુ વ્યુઝ અને 23 લાખથી પણ વધુ લાઈક્સ મળી ચુકી છે.

Devarsh