જંગલના રાજાનો દબદબો: ચાર સિંહે આખલાને ઘેરી લેતાનો થરથરાવતો વીડિયો વાયરલ

ગુજરાતમાંથી અવાર નવાર સિંહ અને બાળસિંહના વીડિયો સામે આવતા રહે છે, ત્યારે હાલમાં બે વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં એક વીડિયોમાં સિંહ રસ્તા પર બેસીને ગર્જના કરતો જોવા મળે છે અને બીજા વીડિયોમાં 4 સિંહ મળીને એક બળદનો શિકાર કરતા જોઈ શકાય છે. કોઈકે આ વીડિયો રેકોર્ડ કરી લીધો જે સામે આવ્યા બાદ જોઈ લોકો હેરાન થઇ ગયા.

વીડિયો ગુજરાતના અમરેલી જિલ્લાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે શિકારની ખોજમાં સિંહ ગામડામાં ઘૂસી આવ્યા. ધારી તાલુકામાં મોરઝરથી માણાવદર રોડ પર ત્રણ સિંહો રસ્તા પર બેસીને ગર્જના કરતા જોવા મળ્યા છે. 3થી4 સિંહ રસ્તા પર બેસીને ગર્જના કરે છે. સિંહોની આ ગર્જના રૂવાંડા ઉભા કરે દે એવી છે. એક બીજા વીડિયોમાં 4 સિંહ મળીને એક આખલાનો શિકાર કરવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહ અને બળદ વચ્ચે યુદ્ધ ચાલતું હોય. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો પીપાવાવ પોર્ટનો છે. અંતે સિંહ બળદનો શિકાર કરવામાં નિષ્ફળ ગયા. રિપોર્ટ અનુસાર અમરેલીમાં સિંહની સંખ્યા વધારે છે. સિંહો અમરેલીના 11 તાલુકામાં રહે છે. અમરેલીમાં સિંહ રાત અને દિવસે શિકારની ખોજમાં રહે છે. અહીંયા દિવસ અને રાત્રે રસ્તા પર સિંહો ફરતા જોવા મળે છે.

પહેલો વિડિયો અમરેલીના ધારી તાલુકાના મોરઝરથી માણાવદર રોડનો છે, જેમાં કેટલાય સિંહો આરામ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્રણ સિંહ રસ્તા પર આરામ કરી રહ્યા હતા અને ગર્જના કરી રહ્યા હતા. બીજો વિડિયો અમરેલી જિલ્લાના રાજુલા પીપાવાવ બંદર દરિયાકાંઠા વિસ્તારનો છે. શિકારની શોધમાં સિંહો પીપાવાવ બંદરે પહોંચ્યા હતા.

Devarsh