દરિયા કિનારે બેસી હતી માં-દીકરી, ત્યારે જ આવી જોરદાર લહેર અને સાથે લઇ ગઇ, 90 સેકન્ડ સુધી ચાલતી રહી જીવન-મોતની લડાઈ

દરિયામાં જતા પહેલા મોજાના સ્વભાવને સમજવું ખુબ જ જરૂરી છે. નહી તો એક નાની ભૂલ મોટી દુર્ઘટના બની શકે છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા તેની છોકરી જોડે દરિયાકિનારે બેઠી છે.

ત્યારે અચાનક એક જોરદાર મોજું આવે છે, જે બંનેનું સંતુલન બગાડી નાખે છે અને તે દરિયામાં પડી જાય છે. શરૂઆતમાં તો આ બધું રમુજી લાગે છે અને તે હસતી જોવા મળે છે. પરંતુ મોજા એટલા શક્તિશાળી હોઈ છે કે કિનારા પર આવવા છતાં તેઓ પોતાની જાતને સંભાળવામાં નિષ્ફળ જાય છે.

બંને તેમની સંપૂર્ણ તાકાત લગાવીને મોજાથી બચવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મોજા વારંવાર ખેંચીને પાણીમાં લઈ જાય છે. વીડિયોમાં ઘણીવાર એવું લાગે છે કે તેઓ કદાચ બહાર નીકળી શકશે નહિ. મહિલા અને છોકરી પોતાને મોજામાંથી બહાર નીકાળવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે પણ મોજા તેમને ખેંચી જાય છે.

વીડિયો જોઈને એવું લાગે છે કે મોજામાંથી બચવું લગભગ અશક્ય છે.1.5 મિનિટનો આ વીડિયો અત્યાર સુધી 17 મિલિયનથી વધારે વાર જોવાઈ ચૂક્યો છે. સોશ્યિલ મીડિયા યુઝર્સ આ અંગે સતત કોમેન્ટ કરી રહ્યા છે. ઘણાએ કહ્યું, મોજાઓ લઇ પણ ગયા અને કિનારા પર પાછા મૂકી પણ ગયા.

તો બીજા એ લખ્યું કે આટલા જોરદાર મોજા વચ્ચે કિનારે બેસવું ખૂબ જોખમી છે. ત્યાં જ બીજા ઘણાએ કીધું કે હવે તમને દરિયાની તાકાતનો અંદાજો થઇ ગયો હશે.ત્યાં જ એક યુઝરે ચેતાવણી આપતા કહ્યું કે આટલા મજબૂત મોજાની વચ્ચે બેસવું ખૂબ જ ખતરનાક બની શકે છે. ઘણા એવું પણ લખ્યું કે હવે તેમને દરિયાના મોજાની તાકાતનો સાચો ખ્યાલ આયો હશે.

 

View this post on Instagram

 

A post shared by ELOVLY (@infoelovly)

Devarsh