ભારત અને પાકિસ્તાન દેશ એકબીજાની નજીક ભલે છે, પરંતુ સંબંધોમાં ઘણા દૂર છે. હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ભારત પાકિસ્તાન જઇ ચેમ્પિયન્સ ટ્રોફી નહિ રમે એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે, ત્યારે આ વચ્ચે ઈન્ટરનેટ પર એક પાકિસ્તાની છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં છોકરી રડતી જોવા મળી રહી છે અને કહી રહી છે કે તેને એક ભારતીય યુવક જોડે પ્રેમ થઇ ગયો છે. તે લોકો જોડે અભિપ્રાય માંગી રહી છે કે હવે શું કરવું?
પાકિસ્તાની કંટેંટ ક્રિએટર આયમન સાજિદે વીડિયોમાં જણાવ્યું છે કે તેને એક ભારતીય છોકરા જોડે પ્રેમ થઇ ગયો છે. તેના વીડિયોએ વિશ્વભરના સોશ્યિલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયોમાં તે ખબર નથી પડી રહી કે આયમનને ખરેખરમાં ભારતીય છોકરા જોડે પ્રેમ થઇ ગયો છે કે પછી તેને આ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં આયમન તેના ઘરના ટેરેસ પર રડતા જોવા મળી છે અને ચિંતામાં લાગી રહી છે. વીડિયોના કેપ્શનમાં, તે પૂછી રહી છે કે ‘મારે શું કરવું જોઈએ.’ વીડિયોમાં તે તેના આંસુ રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયોને 11 લાખથી વધારે લોકોએ જોયો છે. હજારો સોશ્યિલ મીડિયા યુઝર્સે આના પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
ઘણા લોકોએ આયમનની પરિસ્થિતિ માટે સહાનુભૂતિ આપી છે. જયારે બીજા ઘણાએ મજાક બનાવી. આયમનના સોશ્યિલ મીડિયા પ્રોફાઈલ પરથી ખરાબ પડે છે કે તે ઘણીવાર ફેક સ્ટોરીઝ સાથે જોડાયેલા આવા વીડિયો બનાવે છે. ઈન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે તેના બીજા ઘણા વીડિયોની જેમ આ વીડિયો પણ નકલી છે.
View this post on Instagram