ઉપરથી ધડામ દઇને પડ્યો વાંદરો, સનરૂફ તોડી સીધો ગાડીની અંદર… કાર માલિકને થયુ ભારે નુકશાન, જુઓ વીડિયો

વારાણસીમાં એક અનોખો અને ચોંકવનારો કિસ્સો સામે આવ્યો. એક વાંદરાએ હોટલના ધાબા પરથી કૂદીને નીચે પાર્ક ગાડીનું સનરૂફ તોડી નાખ્યું. આ ઘટના વિશ્વેશ્વરગંજમાં થઇ હતી, જ્યાં વાંદરાઓનો આતંક સામાન્ય રીતે જોઈ શકાય છે. આ વાંદરો ધાબા પર મસ્તી કરી રહ્યો હતો અને અને અચાનક તેણે નીચે પાર્ક કરેલ એક વૈભવી ગાડી પર ધડામ દઇને કૂદકો માર્યો.

આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.જયારે વાંદરાએ ગાડી પર કૂદકો માર્યો તયારે તે સીધો ગાડીના સનરૂફ પર પડ્યો, અને આને કારણે સનરૂફ તૂટી ગયુ. સ્થાનિક લોકોનું કેહવું છે કે વાંદરાઓના લીધે આ એરિયામાં ઘણી વખત આવી સમસ્યા થાય છે. કયારેક તે ધાબા પર મુકેલા સામાનને નુકશાન પહોંચાડે છે તો કયારેક વીજળીના વાયરો સાથે છેડછાડ કરે છે.

વાંદરાના પાડવાની ઘટના ત્યાંના CCTVમાં કેદ થઇ ગઈ હતી. જેવો વાંદરો ગાડી પર કૂદયો એવો જ એ ગાડીનું સનરૂફ તોળીને અંદર પડ્યો. આ દરમિયાન ગાડીની આજુ-બાજુ થી જતા લોકો સ્તબ્ધ થઇ ગયા અને તેમને લાગ્યું કે વાંદરો ઘાયલ થઇને ગાડીમાં જ રહી જશે. પરંતુ બીજી જ ક્ષણે વાંદરો ગાડીમાંથી સલામત રીતે બહાર આવ્યો અને ત્યાંથી ભાગી ગયો.  આ જોઇને લોકો હેરાન રહી ગયા.

ગાડીના માલિક મુકેશ જયસ્વાલ એક હોટલના માલિક છે અને ગાડી તેમના હોટલની બહાર જ પાર્ક હતી. વાંદરો તેમની જ હોટલના ધાબા પરથી કૂદી પડ્યો હતો. વાંદરાના કૂદવાના લીધે ગાડીને ઘણું નુકશાન થયું છે. વીડિયો સોશ્યિલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને @gharkekalesh નામના એક x એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધી લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે.

ઘણા લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. એવામાં સોશ્યિલ મીડિયા યુઝર્સ વીડિયોને લઇને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- CCTVનો વીડિયો હવે વીમો લેવામાં કામ આવશે, અન્ય એક એ લખ્યું- તમે ગાડીને ત્યાં પાર્ક કેમ કરી. ગાડીને ગલીમાં ચાલવતા ફેરવતા રહો. ત્યાં બીજા એક યુઝરે લખ્યું- આ માટે પ્રશાસન જવાબદાર છે વારાણસીમાં વાંદરાઓની ઘણી સમસ્યા છે.

Devarsh