મેન્સ ડે પર યુવતીએ કર્યો ઇન્ડિયા ગેટ પર ટોવેલ ડાન્સ, વાયરલ વીડિયો જોઈ ભડક્યા લોકો, ન દેખાવાનું દેખાયું- જુઓ
વાયરલ થવા માટે આજકાલ સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવા કામ કરી રહ્યા છે જેને જોઈને શરમ આવે છે. ઘણી વખતે વાયરલ થવાના બદલે ઇન્ફ્લુએન્સર તેમની પોતાની હરકતોથી ટ્રોલ થઇ જાય છે. આ દિવસોમાં એક વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મહિલા ઇન્ફ્લુએન્સર દિલ્લીનું હાર્ટ કહેવાતા ઇન્ડિયા ગેટ સામે માત્ર ટોવેલમાં ડાન્સ કરી રહી છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઇન્ફ્લુએન્સર એ માત્ર ટોવેલ પેહર્યો છે અને દિવસના સમયમાં લોકોથી ભરપૂર ઇન્ડિયા ગેટની સામે ડાન્સ કરી રહી છે. ઇન્ફ્લુએન્સર બોલિવૂડ ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેના’ હિટ ગીત મેરે ખ્વાબોમેં જો… પર ડાન્સ કરી રહી છે. અહીં હાજર લોકો તેને જોઈને શરમ અનુભવી રહ્યા છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Sannati mitra નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે.
વીડિયો પોસ્ટ કરતા તેણે લખ્યું “હેપ્પી ઇન્ટરનેશનલ મેન્સ ડે. તમે બધા તમારી હિંમત, દયા અને સહાનુભૂતિથી અન્ય લોકોને પ્રેરણા આપતા રહો.” વીડિયોએ મોટી સંખ્યામાં યુઝર્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ વીડિયોને અત્યાર સુધી 6 લાખથી વધુ લોકોએ જોયો છે. સેંકડો યુઝર્સના આના પર રિએકશન આવી રહ્યા છે.
એકે લખ્યું,’ આ બહુ નિરાશાજનક છે. પ્રશાસન કેમ આવા લોકો સામે કડક પગલાં નથી લેતું. આ ફેમિનિઝમ તો નથી ને. આવી અશ્લીલતા માટે મને શરમ આવે છે. મને નથી ખબર કે આવા કન્ટેન્ટ મને કેમ દેખાઈ રહ્યા છે.’ ત્યાં અન્ય એક યુઝર એ લખ્યું,’મિત્રો આવા વીડિયો પર કોમેન્ટ કરવાની જગ્યા પર આવા લોકોના એકાઉન્ટને ફોલો કરવાનું જ બંધ કરી દો. તેઓ એટલા માટે પ્રસ્સિદ્ધ થઇ રહ્યા છે કારણ કે તમે બધા તેમનો વીડિયો જોવો છે.’
View this post on Instagram