અર્જુન કપૂર સાથે બ્રેકઅપ પછી મિસ્ટ્રી મેન સાથે દેખાઈ મલાઈકા અરોરા, પકડ્યો હતો એક બીજાનો હાથ, જુઓ વીડિયો

નાશમાં ધૂત મલાઈકા અરોરા? અર્જુન પછી આ કોનો હાથ પકડીને રસ્તા પર થી નીકળી મલાઈકા, જુઓ વીડિયો

બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતા અંગત અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે.અભિનેત્રીનું 6 વર્ષ પછી અર્જુન કપૂર જોડે બ્રેકઅપ થઇ ગયું છે.અને હવે તે આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક માણસ મલાઈકાનો હાથ પકડી ને જોવ મળી રહ્યો છે.

અર્જુન કપૂર જોડે બ્રેકઅપ થયા પછી મલાઈકા અરોરા મોટાભાગે હવે તેના પુત્ર અરબાઝ ખાન સાથે જોવામાં આવે છે.પરંતુ હવે તેનો જે વીડિયો સામે આવ્યો છે તેને જોઈને ફેન્સ ચોકી ઉઠ્યા છે.થોડા સમય પેહલા મલાઈકા અને અર્જુનના સબંધોનો અંત આવ્યો છે અને હવે તે કોઈક બીજા જોડે પોતાનો સમય પસાર કરી રહી છે.

મિસ્ટ્રી મેન સાથે મલાઈકા અરોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં જોઈ શકાય છે કે મલાઈકાએ સફેદ ક્રોપ ટોપ અને બ્રાઉન પેન્ટ પહેર્યું છે.આ દરમિયાન એક માણસ તેનો હાથ પકડીને તેને ડિનર ડેટ પર લઇ જતો જોવા મળી રહ્યો છે.જોકે આ વ્યક્તિ કોણ છે તેને લઇને કોઈ જાણકારી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે.

અર્જુન કપૂર સાથે બ્રેકઅપ પછી મલાઈકાને આ રીતે મિસ્ટ્રી મેન સાથે જોઈને ફેન્સ ચોકી ઉઠ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરી ને લખ્યું,’લાગે છે મલાઈકા ને કોઈક બીજું મળી ગયું છે.’ બીજા એક એ લખ્યું,’તે માટે જ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કર્યું છે.’ અન્ય એક યુઝર એ લખ્યું,’હવે આ કોણ નવું છે? હવે કોઈ બીજા જોડે પ્રેમ થઇ ગયો કે શું?’ આ રીતે લોકો કોમેન્ટ કરી મલાઈકા ટ્રોલ કરી રહ્યા છે.

 

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળ્યા નથી.અભિનેત્રી અર્જુન કપૂરના જન્મદિવસ પર પણ જોવા મળીન હતી જેના પછી ફેન્સ ને શંકા ગઈ કે તેઓ અલગ થઇ ગયા છે.પરંતુ તાજતેરમાં સિંઘમ અગેઇનના પ્રમોશન દરમિયાન અર્જુન કપૂરે પોતે કહ્યું હતું કે તે હવે સિંગલ છે અને ખુશ છે.જો કે મલાઈકા અરોરાએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Devarsh
error: Unable To Copy Protected Content!