કપૂર પરિવારની એક વહુ જેણે લગ્ન પહેલા વન-નાઈટ સ્ટેન્ડ કર્યું અને પછી તે જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા….આ વાતનો ખુલાસો તેણે પોતે જ તાજેતરમાં એક વાતચીત દરમિયાન કર્યો હતો. તેના કહેવા પ્રમાણે તેને ખબર નહોતી કે તેણે જેની સાથે વન નાઇટ સ્ટેન્ડ કર્યુ તે વ્યક્તિ સાથે જ તે પાછળથી લગ્ન કરશે. આ ખુલાસા પછી કપૂર પરિવારની આ વહુને ઓળખનારા દરેકને આઘાત લાગ્યો છે. કપૂર પરિવારની આ વહુનું નામ છે મહિપ કપૂર. મહિપ કપૂર બોની કપૂર અને અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂરની પત્ની છે.
મહીપ કપૂરે વર્ષ 1997માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ કપલને બે બાળકો છે, જેનાં નામ શનાયા કપૂર અને જહાન કપૂર છે. અભિનેત્રી મહિપ કપૂરની આજે સારી એવી ફેન ફોલોઈંગ છે. તેણે Netflixની સીરીઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’થી લોકપ્રિયતા મેળવી હતી. લોકો આજે પણ તેના પતિ અને અભિનેતા સંજય કપૂર સાથેની તેની કેમેસ્ટ્રીને પસંદ કરે છે. જ્યારે તે કોમેડિયન રૌનક રજાનીના શોમાં પહોંચી ત્યારે તેણે સંજય કપૂર સાથેની તેની પહેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો.
મહિપ કપૂરે સંજય કપૂર સાથેની તેની લવ સ્ટોરી વિશે કહ્યું, ‘અમારી લવ સ્ટોરી સરળ હતી. મેં એક પુરુષ સાથે વન-નાઈટ સ્ટેન્ડ કર્યું હતું અને ક્યારેય વિચાર્યું ન હતું કે હું તેની સાથે લગ્ન કરીશ. હું ગેટ ક્રેશ કરી તેની પાર્ટીમાં પહોંચી હતી, જ્યાં હું તેને મળી. જ્યારે હું આખા પરિવારને મળી ત્યારે દારૂના નશામાં બેસુધ હતી. સાસુ અને સસરાને પણ મળી. હું ખૂબ જ નશામાં હતી. મહિપ કપૂરે આગળ કહ્યું, તેમણે મને સ્વીકારી અને કહ્યુ વાહ, થવાવાળી વહુ શાનદાર છે.
તેઓએ ખુલ્લા મને મારુ સ્વાગત કર્યુ. અમારા વચ્ચે કોઇ પ્રપોઝલ નથી થયુ. હું તારાથી ઘણી મોટી છું, અમારી પાસે ઇન્સ્ટાગ્રામ નહોતું. તેણે માત્ર મને કહ્યું- જુઓ, આપણે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. અમે ‘1900s’ (નાઇટ ક્લબ)માં હતા. અમે નશામાં હતા અને પાર્ટી કરી રહ્યા હતા. તેઓએ કહ્યું- ઠીક છે, આપણે લગ્ન કરી રહ્યા છીએ. મેં ટકીલા શોટ્સ વચ્ચે કહ્યું “ઠીક છે, કરીએ.”
જણાવી દઇએ કે, મહીપ કપૂરે લગ્ન પહેલા લગભગ 5 વર્ષ સુધી સંજય કપૂરને ડેટ કર્યુ હતુ. આજે તેઓ 30 વર્ષથી સાથે છે, જો કે તેમના લગ્નજીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. ‘ફેબ્યુલસ લાઇફ ઑફ બૉલીવુડ વાઇબ્સ’ની પ્રથમ સિઝનમાં, મહીપ કપૂરે ખુલાસો કર્યો હતો કે તેના પતિ અને અભિનેતા સંજય કપૂરે લગ્નના પ્રારંભિક તબક્કામાં દગો આપ્યો હતો, જો કે મહિપ કપૂરે પરિસ્થિતિને અલગ રીતે જોવાનું નક્કી કર્યું અને બાળકોના સારા માટે લગ્ન જાળવવાનું નક્કી કર્યું.
મહિપ કપૂરે શોમાં સીમા સજદેહને કહ્યું, ‘લગ્નની શરૂઆતમાં સંજયે મને દગો આપ્યો હતો ત્યારે હું શનાયા સાથે ઘરની બહાર ચાલી ગઈ હતી. હું મારા માટે ઉભી થઇ, પણ મારું નાનું બાળક ત્યાં હતું. એક મહિલા અને માતા હોવાના કારણે મારી પ્રથમ પ્રાથમિકતા મારું બાળક છે. હું જૂની વસ્તુઓ વિશે વિચારું છું કે જો હું તૂટી ગઇ હોત, તો મને જીવનભર પસ્તાવો થયો હોત. મારું ઘર મારા બાળકો અને પતિ માટે એક સેંચુરી છે. તેમને શાંતિ મહેસૂસ થવી જોઈએ, મને લાગે છે કે સંજયે પણ મને તે બધું આપ્યું છે.
View this post on Instagram