સોશિયલ મીડિયા પર ડ્રાઇવિંગના ઘણા વીડિયો વાઈરલ થાય છે. પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને યૂઝર્સ પણ વિચારવા લાગે છે કે કોઈ આવું કઈ રીતે કરી શકે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોશો કે કેવી રીતે બેદરકારીથી બાઇક ચલાવવાથી મોટો અકસ્માત થઈ શકે છે.
આ ક્લિપ એકદમ ચોંકાવનારી છે. વીડિયોમાં જોશો કે કેટલાક લોકો પહાડી રોડ પર બાઇક ચલાવી રહ્યા છે. બધાના આઉટફિટ પરથી તેઓ બાઇકર્સ જેવા દેખાય છે. ત્યારે જ એક બાઇક ચાલક ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે ધ્યાનમાં રાખતો નથી કે આગળ એક તીવ્ર વળાંક છે અને સામેથી કોઈ વાહન પણ આવી શકે છે. તે આગળ વધે છે ત્યારે સામેથી એક મીની બસ આવે છે અને તે તેને ટક્કર મારે છે.
સદ્દનસીબે કોઈ જાનહાનિ થતી નથી .વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બસ સાથે બાઇક અથડાય છે. સદ્દનસીબ વાત એ છે કે બસ સ્પીડમાં નહોતી અને બસના ડ્રાઈવરે તરત જ બ્રેક લગાવી દીધી હતી. રસ્તાની બાજુમાં ખાડો છે અને આવી સ્થિતિમાં નાની ભૂલના કારણે કોઈનો જીવ પણ જાય તે સ્વાભાવિક છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ tarun.motorcyclist પર શેર કરવામાં આવ્યો છે.
શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે – ‘કૃપા કરીને આવી સવારી ન કરો.’ આ વીડિયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે તેને 15 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને જોયા બાદ ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. મોટાભાગના લોકો માને છે કે ઓવરટેક કરવો અથવા વળાંકની નજીકથી આગળ નીકળી જવું મૂર્ખતા છે.
View this post on Instagram