અક્ષય કુમારની એકટ્રેસનો જયપુરમાં થયો અકસ્માત, શૂટિંગ દરમિયાન પોલીસની ગાડીને મારી ટક્કર…

જયપુરમાં પોલીસની ગાડી સાથે ટકરાઈ ગઈ બોલિવૂડ એકટ્રેસ, ફિલ્મની શૂટિંગ વખતે થયો અકસ્માત

જયપુરમાં વાણી કપૂર પોતાની ફિલ્મ અબીર ગુલાલમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વાણીની સાથે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન જોવા મળશે. ત્યારે આ ફિલ્મને લઇને અને એક્ટ્રેસને લઇને ખબર સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના શૂટિંગમાં પ્રેકટીસ ચાલી રહી હતી અને વાણી સ્કુટી ચલાવતા શીખી રહી હતી.

પ્રેકટીસ દરમિયાન વાણીની સ્કુટી ત્યાં પાર્ક પોલિસની ગાડી જોડે અથડાઇ ગઇ. વાણીનો અકસ્માત 17 નવેમ્બરના સવારે થયો હતો. આ ઘટના એ ત્યાં થોડીવાર માટે ભીડ ભેગી કરી દીધી હતી. આ અથડામણ દરમિયાન સેટ પર હાજર દરેક લોકો ગભરાઈ ગયા હતા. પરંતુ ટીમ અભિનત્રી પાસે ગઈ તો ત્યાં બધું ઠીક હતું. ફિલ્મની ટીમે વાણીને તરત જ સંભાળી લીધી હતી. આ અકસ્માતમાં વાણીને જરા પણ વાગ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે વાણી હવે આ સીન 18 નવેમ્બરે કરશે.

વાણી કપૂરે બોલિવૂડમાં ‘શુદ્ધ દેશી રોમાંસ’થી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મની શૂટિંગ પણ જયપુરમાં થયુ હતુ. એટલે વાણી માટે જયપુર ઘણું ખાસ છે. એક્ટ્રેસ ‘ચડીગઢ કરે આશિકી’, ‘બેલ બોટમ’, ‘ખેલ ખેલ મેં’ જેવી અનેક ફિલ્મોમાં જોવા મળી છે. હવે વાણી પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. પાકિસ્તાની કલાકારનો ભારતમાં પ્રતિબંધ હતો. પરંતુ હવે લગભગ 8 વર્ષ પછી ફવાદ ખાન બોલિવૂડની સ્ક્રીન પર જોવા મળશે.

Devarsh