10 વર્ષ બાદ બીમાર પતિને છોડી ઘરેથી ભાગી, BFએ કર્યુ ચીટ, પછી 41ની ઉંમરે દુલ્હન બની ટીવીની આ પોપ્યુલર વેમ્પ

બીમાર પતિ અને દીકરીને છોડી ઘરેથી ભાગી, બોયફ્રેન્ડે પણ દીધો દગો, દર્દ ભરેલી રહ્યા ટીવીની વેમ્પના પહેલા લગ્ન…

અભિનેત્રી કામ્યા પંજાબીએ ટેલિવિઝન જગતમાં વેમ્પ તરીકેની ભૂમિકાથી ખાસ ઓળખ બનાવી છે. મોડલિંગ અને એક્ટિંગમાં નામ કમાવનારી કામ્યાએ પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. દર્દ ભરેલા પહેલા લગ્નથી લઇને 4 વર્ષ બાદ બોયફ્રેન્ડના દગાથી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. જો કે, 41 વર્ષની ઉંમરે અભિનેત્રીને તેના જીવનનો સાચો પ્રેમ મળ્યો.

10 વર્ષ પછી તૂટ્યા પહેલા લગ્ન
કામ્યાએ વર્ષ 2003માં બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના એક વર્ષ બાદ તેમના સંબંધોમાં મતભેદ શરૂ થઈ ગયા. આ પછી બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ પછી અભિનેત્રીએ તેના લગ્નને બીજી તક આપી. કામ્યાએ દર્દભર્યા લગ્નજીવનમાં 10 વર્ષ પસાર કર્યા, પરંતુ વર્ષ 2013માં આખરે અભિનેત્રીએ બંટીને છૂટાછેડા આપી દીધા. અભિનેત્રીએ પોતે કહ્યું હતું કે તે તેના લગ્નથી એટલી નારાજ હતી કે જ્યારે તેનો પહેલો પતિ બેડ રેસ્ટ પર હતો, ત્યારે તે એકવાર તેની પુત્રી અને પતિને છોડીને ઘરેથી ભાગી ગઈ હતી.

બોયફ્રેન્ડે આપ્યો દગો
કામ્યા પંજાબીએ છૂટાછેડા પછી ટીવી એક્ટર કરણ પટેલને ડેટ કર્યો હતો. તેમના અફેરની ચર્ચા સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી માટે હોટ ગોસિપથી ઓછી નહોતી. બંને 4 વર્ષ સાથે રહ્યા પરંતુ કરણ પટેલે કામ્યાને દગો આપ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કામ્યાની સાથે સાથે તે બીજી કોઇ એક્ટ્રેસને પણ ડેટ કરી રહ્યો હતો. કામ્યા આ વિશ્વાસઘાતથી સંપૂર્ણપણે તૂટી ગઇ હતી. પરંતુ તેમ છતાં તેણે કરણને બીજી તક આપી.

બ્રેકઅપને કારણે ડિપ્રેશન
એવું કહેવાય છે કે કામ્યા સાથેના બ્રેકઅપના 4 દિવસ પછી જ કરણે અંકિતા સાથે લગ્નની જાહેરાત કરી હતી. કરણ સાથેના બ્રેકઅપ અને પછી તેના લગ્નના સમાચારને કારણે કામ્યા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. કરણના વિશ્વાસઘાતમાંથી બહાર આવતાં અભિનેત્રીને અઢી વર્ષ લાગ્યાં. કામ્યાએ એક વખત કહ્યું હતું કે આ દગા પછી તે ફરીથી કોઈના પર વિશ્વાસ કરી શકી નથી.

41 વર્ષની ઉંમરે બીજીવાર દુલ્હન બની
ક્યારેક રાહ જોવાનું ફળ મીઠું હોય છે, કામ્યા સાથે પણ એવું જ થયું. કામ્યાને આખરે તેના જીવનનો સાચો પ્રેમ મળી ગયો. 41 વર્ષની ઉંમરે કામ્યાએ 10 ફેબ્રુઆરી 2020ના રોજ શલભ સાથે બીજા લગ્ન કર્યા. બંનેના આ બીજા લગ્ન છે અને બંને એકસાથે ખૂબ જ ખુશ છે. તેમની લવ સ્ટોરી એક ફોન કોલથી શરૂ થઈ હતી અને આજે 4 વર્ષ પછી પણ બંને એકબીજાને એ જ રીતે પ્રેમ કરે છે.

Shah Jina