અંકિત લોખંડે જેઠાણી સામે લાગી ફીકી, વિકી જૈનની ભાભીએ આપી સુંદરતા અને સ્ટાઈલમાં એક્ટ્રેસને ટક્કર

અંકિતા લોખંડે લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે. જે હાલમાં જ પૂજા માટે તેના સાસરે પહોંચી હતી. અંકિતાએ આ પૂજાની કેટલીક ખાસ તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ તસવીરોમાં માત્ર અંકિતા જ નહીં પરંતુ તેની જેઠાણી પણ ખૂબ સુંદર લાગી રહી છે. અંકિતાની જેઠાણી તેને સુંદરતા અને સ્ટાઈલમાં ટક્કર આપે છે. અંકિત લોખંડેની જેઠાણીનું નામ રેશુ જૈન છે. જે અભિનેત્રીના પતિ વિકી જૈનના મોટા ભાઈ વિશાલ જૈનની પત્ની છે. રેશુ જૈન તે સમયે ચર્ચામાં આવી હતી.જ્યારે તે અંકિતા અને વિકીને સપોર્ટ કરવા બિગ બોસ પહોંચી હતી.

આ દરમિયાન તેની સુંદરતા અને સાદગી જોઈ દરેક લોકો ચોંકી ઉઠ્યા હતા. વિશાલ અને રેશુ જૈન એક પુત્ર અને એક પુત્રી છે. અંકિતાની જેઠાણી બિલાસપુરમાં તેના સાસરિયાંના ઘરે રહે છે.

રિપોર્ટ્સ અનુસાર, રેશુ જૈન વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ છે. આ સિવાય તે બિલાસપુરમાં બિરલા ઓપન માઈન્ડ્સ ઈન્ટરનેશનલ સ્કૂલની M.D પણ છે. રેશુ જૈન બે બાળકોની માતા હોવા છતાં, સુંદરતા તેમજ ફિટનેસમાં અંકિતા લોખંડેને ટક્કર આપે છે.

સોશિયલ મીડિયા પર રેશુની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. જ્યાં ફેન્સ તેના દરેક એક્ટ પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. રેશુનું તેની દેરાણી અંકિતા જૈન સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. અંકિતા જ્યારે પણ તેના સાસરે જાય છે ત્યારે તે તેમની સાથે ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે.

Devarsh