ના તો એક્શન, ના થ્રિલર…અને ના ખતરનાક વિલન, તો પણ બધાના માથા પર ચઢી ગઇ છે આ ફિલ્મ, OTT પર મચી ધૂમ

હાલમાં જ એક એવી ફિલ્મે બધાનું ધ્યાન ખેંચ્યુ છે, જેમાં ના તો કોઇ રીતનું એક્શન છે, ના તો કોઇ ધુઆંધાર થ્રિલ અને ના કોઇ ખતરનાક વિલન… તેમ છત્તાં પણ આ ફિલ્મે પોતાની સરળ કહાની અને ભાવનાત્મક તત્વોના સહારે IMDb પર 8.4 ની રેટિંગ હાંસિલ કરી છે અને OTT પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મનું નામ છે મેયાઝગન, જેણે સાધરણ કહાની લાયકે દર્શકોનું દિલ જીતી લીધુ છે.

ફિલ્મની કહાની માનવીય સંબંધો અને તેમના ઊંડાણ પર આધારિત છે. આમાં, હીરોનો સંઘર્ષ જીવનના નાના પડકારો સાથે છે, જે સામાન્ય જીવનનો એક ભાગ છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડિરેક્શન એટલી જીવંત છે કે દર્શકો પાત્રો સાથે જોડાયેલા અનુભવે છે. એક પારિવારિક કહાની જે સમાજમાં માનવતા, સંબંધોના મહત્વ અને સંવેદનશીલતાને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. આ ફિલ્મ એક સંદેશ પણ આપે છે કે વાસ્તવિક જીવનમાં સંઘર્ષ બાહ્ય દુશ્મનોથી નહીં પરંતુ આપણી પોતાની મર્યાદાઓ અને પરેશાનીઓથી થાય છે.

આ એક તમિલ ફિલ્મ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અરવિંદ સ્વામી અને કાર્તિ છે. બંનેની એક્ટિંગ જોરદાર હતી. જો આપણે અન્ય કલાકારોની વાત કરીએ તો, શ્રી દિવ્યા, દેવદર્શિની ચેતન, રાજ કિરણ, વી જયપ્રકાશ જેવા ઘણા સ્ટાર્સ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રેમ કુમારે કર્યું છે. આખી કહાની અરવિંદ સ્વામી અને કાર્તિના પાત્રોની આસપાસ ફરે છે.

OTT પર રિલીઝ થયા પછી ફિલ્મે સોશિયલ મીડિયા પર પણ ઘણી હેડલાઇન્સ બનાવી છે. દર્શકોએ ફિલ્મના સરળ સંવાદો, અદભૂત અભિનય અને હૃદય સ્પર્શી દ્રશ્યોની પ્રશંસા કરી છે. ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારોની અભિનય ક્ષમતાએ ફિલ્મને વધુ વિશ્વસનીય બનાવી છે. ફિલ્મના સંવાદો અને સંગીત તેને વધુ ખાસ બનાવે છે, જે કહાનીમાં વધુ ઊંડાણ ઉમેરે છે. કોઈપણ મસાલા વિના મેયાઝગન તેની સાદગી અને સુસંગતતાના આધારે દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.

Shah Jina