શાહિદ કપૂર અને મીરા કપૂરે તાજેતરમાં મુંબઈમાં સ્ટોર લૉન્ચ ઈવેન્ટમાં કપલ ગોલ આપ્યા હતા. જ્યાં શાહિદ તેની પત્ની સાથે ફોન પર મોમેન્ટ કેપ્ચર કરતો જોવા મળ્યો હતો. કબીર સિંહ સ્ટાર એક પતિ તરીકેની તેની નિષ્ઠા દર્શાવવા વ્યાવસાયિક ફોટોગ્રાફરો સાથે જોડાયો અને તેમના પ્રેમાળ બંધનથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા.
જ્યારે શાહિદના હાવભાવે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા, ત્યારે કંઈક બીજું એવું હતુ જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું, બેકગ્રાઉન્ડમાં કરીના કપૂર ખાનનું મોટું પોસ્ટર આગવી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. કરીના અને શાહિદનો ઈતિહાસ બધા જાણે છે. તેઓ 2007માં અલગ થયા પહેલા ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ચાહકોએ આ વાયરલ વિડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી કમેન્ટ સેક્શનમાં પૂર લાવી દીધુ.
એક યુઝરે મજાકમાં લખ્યુ- કરીના કપૂર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બીજાએ લખ્યુ- આગળ પત્ની અને પાછળ એક્સ. ઘણાએ ભૂતપૂર્વ કપલની ‘ફિદા’, ‘ચૂપ ચૂપ કે’, ’36 ચાઈના ટાઉન’, ‘મિલેંગે મિલેંગે’ અને ‘જબ વી મેટ’ જેવી ફિલ્મોને યાદ પણ કરી. ઇમ્તિયાઝ અલી દ્વારા દિગ્દર્શિત ‘જબ વી મેટ’ એક રોમેન્ટિક કોમેડી હતી જેમાં શાહિદ અને કરીનાની યાદગાર ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી તેમના વાસ્તવિક જીવનમાં બ્રેકઅપ હોવા છતાં પ્રશંસા પામી હતી.
તેમના અલગ થયા પછી બંને સ્ટાર્સ તેમના અંગત જીવનમાં આગળ વધી ગયા છે. કરીનાએ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને હવે આ કપલ બે પુત્રો તૈમુર અને જેહના પેરેન્ટ્સ છે. શાહિદે વર્ષ 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. બંંનેના અરેન્જ મેરેજ હતા. આ કપલ એક દીકરી મીશા અને એક દીકરો ઝૈનના પેરેન્ટ્સ છે. શાહિદ ઘણીવાર મીરા સાથેના તેના લગ્ન વિશે વાત કરે છે અને તેના જીવનમાં સંતુલન અને સામાન્યતા લાવવા બદલ તેનો આભાર વ્યક્ત કરે છે.
શાહિદ છેલ્લે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં’ જોવા મળ્યો હતો. જેમાં કૃતિ સેનન પણ તેની સાથે હતી. દિનેશ વિજન દ્વારા નિર્મિત આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. શાહિદ પાસે આગળ ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.
View this post on Instagram