શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીના ડેટિંગના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. અભિનેત્રી સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે અનેક પ્રસંગોએ જોવા મળી છે. બંનેને જોઈને ચાહકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે હવે આ ચર્ચાને ચાહકોએ સમર્થન આપ્યું છે, જેનું કારણ છે માલદીવના વેકેશનની બંનેની સમાન તસવીરો.
તાજેતરમાં જ પલક તિવારી અને ઇબ્રાહિમ અલીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવ વેકેશનની તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં ચાહકોએ બંનેના મેચિંગ બેકગ્રાઉન્ડ પર ધ્યાન આપ્યું. આ જોઈને ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. થોડા દિવસો પહેલા પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન અબુ જાની અને સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા.
બંને એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા હતા, અને આ વીડિયોની ખૂબ ચર્ચા પણ થઈ હતી. જો કે બંનેમાંથી એકેયે ક્યારેય તેમના સંબંધની પુષ્ટિ કરી નથી. ઇબ્રાહિમની એક તસવીરમાં તે કેન્ડલલાઇટ ડિનર સેટઅપની સામે પોઝ આપતો જોવા મળે છે, જે જોયા બાદ ચાહકોનો દાવો છે કે તે પલક સાથે બીચ પર રોમેન્ટિક ડેટ પર છે. પલક અને ઈબ્રાહીમ બંનેની પોસ્ટનું બેકગ્રાઉન્ડ સરખું જોવા મળી રહ્યુ છે.
આ પછી ચાહકો માને છે કે બંને સાથે છે અને બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણા દિવસોથી ફિલ્મી ગલિયારામાં પલક અને ઈબ્રાહિમની ડેટિંગની ચર્ચા છે. ત્યારે આ મામલે તાજેતરમાં જ પલકે પોતાનું મૌન તોડ્યું અને ખુલીને વાત કરી. પલકએ સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઈબ્રાહિમ અને હું માત્ર પબ્લિકમાં કે સોશલ પાર્ટીઝ અને ગેધરીંગ્સમાં જ મળીએ છીએ.
જ્યારે પાર્ટી પૂરી થઈ જાય છે, ત્યારે અમે બંને સંપર્કમાં નથી રહેતા. ઈબ્રાહિમ મને મેસેજ પણ નથી કરતો. તે મારો સારો મિત્ર છે અને મને તેની કંપની ગમે છે.આવી રીતે પલકે ઇબ્રાહિમ સાથેની ડેટિંગની અફવાઓને નકારી દીધી.વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, પલક તિવારીએ સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.
તે ધ સેફ્રોન ચેપ્ટરમાં રોઝીની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તે હાલમાં તેના આગામી પ્રોજેક્ટની તૈયારી કરી રહી છે. તે સંજય દત્ત સાથે ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’માં જોવા મળશે. જ્યારે ઈબ્રાહિમ ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત સરઝમીં ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
View this post on Instagram