ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ચાર મેચની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ 3-1થી જીત મેળવી છે. ચોથી T20 મેચમાં, સંજુ સેમસન અને તિલક વર્માની તોફાની અણનમ સદીને કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવવામાં સફળતા મેળવી હતી. જો કે મેચ દરમિયાન સંજુ સેમસને એક સિક્સર ફટકારી હતી જે સ્ટેન્ડમાં બેઠેલી એક મહિલા ફેનના ચહેરા પર વાગી હતી.
સંજુની આ સિક્સર એટલી જીવલેણ અને જોરદાર હતી કે મહિલા દર્દથી રડવા લાગી હતી. સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં સંજુ સેમસને 56 બોલમાં 109 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. મેચ દરમિયાન સંજુ સેમસને એક ભૂલ કરી, જેના માટે તેણે તરત જ મેદાનની વચ્ચેથી માફી માંગી.
સંજુના એક શોટથી મહિલા ફેન ઘાયલ થઈ હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે સંજુ સેમસન એરિયલ શોટ ફટકારે છે. સંજુનો આ બોલ પેવેલિયનમાં બેસેલ એક મહિલા ફેનના ચહેરા પર લાગ્યો. આ પછી તે જોરથી રડવા લાગી. જો કે, સંજુએ તરત જ તેની માફી માંગી અને તેનો હાલચાલ જાણ્યો.
વીડિયોમાં મહિલા ફેનની હાલત જોઈને અનુમાન લગાવી શકાય છે કે સેમસનનો આ શોટ ખૂબ જ ઝડપી હતો. જો કે ત્યાં હાજર લોકોએ મહિલા ફેનની તરત મદદ કરી અને ચહેરા પર આઈસ પેક લગાવ્યો.
View this post on Instagram