દિલધડક સ્ટોરી નારી વિશે

3 કલાક બાદ જ થઇ ગઈ નવજાતની મોત, માએ એ કર્યું જે સૌથી મોટું દાન છે, ધન્ય છે માતા ને…

એક માતા માટે તેની સંતાન ગુમાવવી એક કોઈ આઘાતથી ઓછી નથી હોતું. એ પીડાનું કોઈ જ વર્ણન પણ ન કરી શકે, જયારે એક માતાને પહેલેથી જ જાણ હોય કે તેનું નવજાત કેટલાક કલાકોનું જ મહેમાન છે. પરંતુ એક માતામાં એટલી શક્તિ હોય છે કે તે પોતાનું બાળક ગુમાવ્યા બાદ પણ દુનિયા માટે કઈંક કરી શકે છે. જન્મના ત્રણ કલાક સુધી નવજાત પોતાની માતાના ખોળામાં હતું, પણ પછી તે જીવનની જંગ હારી ગયું. પરંતુ ધન્ય છે એ માને કે જેને બાળક ગુમાવ્યા બાદ પોતાનું દૂધ (ધાવણ) દાન કરી દીધું.

Image Source

અમેરિકાની Sierra Strangfeldને ગર્ભાવસ્થા દરમ્યાન જ ખબર પડી ગઈ હતી કે તેના ગર્ભમાં ઉછરી રહેલ બાળકને કોઈ એવી દુર્લભ જેનેટિક પ્રોબ્લેમ છે, જે જન્મતાની સાથે જ બાળક માટે જીવલેણ બની જશે. ડોક્ટરોએ તેને ગર્ભપાત કરવાની સલાહ આપી હતી, પણ તે પોતાના બાળકને જન્મ આપવા માંગતી હતી, કેટલાક કલાકો માટે જ સહી એ તેની સંતાનને પ્રેમ કરવા માંગતી હતી. પરંતુ અફસોસ કે તેનું બાળક માત્ર 3 જ કલાકનું મહેમાન હતું.

Sierraએ કહ્યું કે ‘એ મારી પાસે 3 કલાક રહ્યો, એના શ્વાસ ચાલી રહ્યા હતા, વધી રહયા હતા. એને ખબર હતી કે એ પોતાની મા સાથે સુરક્ષિત છે. મેં આ ત્રણ કલાકોમાં એને પોતાની સાથે વળગાળીને રાખ્યો, બસ એ થોડીવાર માટે ઓક્સિજન લેવા મરાઠી અલગ થયો હતો. હું બધો જ સમય તેને જોઈ રહી હતી, એ ત્રણ કલાક પણ મને 3 મિનિટ લાગ્યા. મેં આ દરમ્યાન નિર્ણય કર્યો કે હું પોતાનું ધાવણ એ બાળકોને ડોનેટ કરી દઈશ કે જેમને આની જરૂર હોય. મારુ પોતાના બાળક અને તેના જીવન પર કોઈ નિયંત્રણ નથી, પણ એ પછી મેં જે કર્યું, એ મારા હાથમાં હતું.’

Image Source

Sierra કહે છે કે એના બ્રેસ્ટ મિલ્કથી બીજા નવજાતનું જીવન બચી શકે છે. 63 દિવસો સુધી તેને પંપ દ્વારા પોતાનું ધાવણ ભેગું કર્યું અને તેને મધર્સ મિલ્ક બેન્કને 15 લીટર દૂધ ડોનેટ કર્યું. તેને પોતાનો આ અનુભવ ફેસબૂક પર શેર કર્યો છે.

એ લખે છે, ‘બ્રેસ્ટ મિલ્ક પંપ કરવું આસાન કામ નથી. શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મુશ્કેલ થાય છે. આ વધુ મુશ્કેલ ત્યારે થાય છે જયારે તમારું બાળક જીવતું ન હોય.’ પોતાના નવજાતને ગુમાવ્યા બાદ બીજા વિશે વિચારનાર Sierra ના વિચારો અને હિંમતને સલામ, ખૂબ જ ઓછા લોકો આવું કરી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.