ખબર

નારોલમાં મહિલા પતિની દુકાને સમાધાનની વાત કરવા આવતી, જેઠ સમાધાનના બહાને વારંવાર શારીરિક અડપલા કરી લેતો….

બકા હું તને પૈસા આપું પણ મારી સાથે સુઈ જા, વારંવાર આ રીતે ગંદા કામ કર્યા, જેઠ પણ શરમ વગરનો નીકળ્યો…અમદાવાદનો અશ્લીલ બનાવ

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ કે યુવતિઓ પર દુષ્કર્મના અને છેડતીના કિસ્સા સામે આવે છે. છેલ્લા કેટલાક સમયમાં આવા કિસ્સાઓમાં ઘણો વધારો થયો છે. આ ઉપરાંત સગીરાઓ સાથે પણ આવું બનવાની ઘટના સામે આવે છે. હાલમાં અમદાવાદમાંથી એક ઘટના સામે આવી, જેમાં નારોલમાં રહેતી એક મહિલાને લગ્ન બાદ પતિ સાથે અણબનાવ થતાં તે અલગ રહેતી હતી.

જો કે, મહિલા પતિની દુકાને સમાધાનની વાત કરવા જાય તો પતિ એકલતાનો લાભ લઇને ઇચ્છા વિરુદ્ધ સુખ માણતો અને તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) પતિ તો પતિ પણ તેનો ભાઇ એટલે કે મહિલા જેઠ પણ સમાધાનના બહાને વારંવાર અડપલા કરતો. ત્યારે આ મામલે મહિલાએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, પહેલા લગ્નમાં છૂટાછેડા થતા તેણે વર્ષ 2017માં બીજા લગ્ન કર્યા હતા.

પહેલા તે પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી પણ બાદમાં પતિને નારોલ નજીક દુકાન હોવાને કારણે તેઓ નારોલ ખાતે ભાડે રહેવા માટે આવ્યા હતા. ત્યારે પતિ ઘરનું ભાડું અને દીકરાની સ્કૂલ ફી ન આપતો હોવાને કારણે વારંવાર બોલાચાલી થતી અને ઝઘડો પણ થતો. જ્યારે જેઠને તે બોલાવે તો તે પતિની ગેરહાજરીમાં ઘરે આવીને ગંદી નજરે મહિલા જોતો અને અડપલા કરતો.

ત્યારે આ મામલે મહિલાએ પતિની વિરુદ્ધમાં ભરણપોષણ માટે અરજી કરતા કોર્ટે દર મહિને 7000 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. પતિ અને સાસરીયાએ બોલાચાલી અને ઝઘડો કરી છૂટાછેડા આપવા માટે કહેતા નારોલ પોલીસ સ્ટેશન પોલીસે ફરિયાદ પણ દાખલ કરાવી હતી. જો કે, પછી મહિલા પતિથી અલગ રહેવા લાગી અને કોરોનાની મહામારીને કારણે કોર્ટ બંધ થતાં ભરણપોષણમાં તકલીફ પડી રહી હોવાને કારણે મહિલાએ પતિ સાથે સમાધાનની વાત કરી.

ત્યારે આ દરમિયાન પતિ પૈસા આપવાના બહાને ઘરે આવતો અને મહિલા પણ તેની દુકાને જતી. ત્યારે મહિલાની એકલતાનો લાભ લઈ તે ઈચ્છા વિરુદ્ધ સુખ માણતો. મહિલાએ જ્યારે દીકરાની સારવાર માટે પતિ પાસે પૈસા માંગ્યા તો તેણે કહ્યું- તને પૈસા આપુ પણ મારી સાથે સંબંધ બાંધવો પડશે. આ ઉપરાંત મહિલાના પતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને 20,000 રૂપિયા આપ્યા અને કહ્યુ કે બાકીના પૈસાની વ્યવસ્થા તું કરી લેજે. મહિલાનો જેઠ પણ અવારનવાર સમાધાનના બહાને આવતો અને અડપલા કરતો. ત્યારે આ બાબતે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.