ફિલ્મી દુનિયા

કોઈ છે ઍરહોસ્ટેસ તો કોઈ છે પાયલટ, જાણો શું કરે છે આ 9 પ્રખ્યાત ડાયરેક્ટરની પત્નીઓ

બોલીવુડની ફિલ્મોના લોકો ચાહકો છે, બૉલીવુડ કપલ્સને પણ લાખો લોકો પસંદ કરે છે. પરંતુ બોલીવુડના ડાયરેક્ટરની પત્નીઓ વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે, આજે અમે તમને એજ બોલીવુડના પ્રખ્યાત 9 ડાયરેક્ટરો અને તેમની પત્નીઓ વિશે જણાવીશું, જે લાઇમલાઇટમાંતો ખાસ નજર નથી આવતી પરંતુ તેમની પણ એક આગવી ઓળખ છે.

Image Source

1. માન્યા શેટ્ટી (રોહિત શેટ્ટીની પત્ની):
બોલીવુડના ખુબ જ પ્રખ્યાત ડાયરેક્ટર રોહિત શેટ્ટી તેમની ફિલ્મોને ઘણી જ નામના કમાઈ ચુક્યા છે. તેમની પત્નીનું નામ માન્યા છે. અને માન્યા એક બેંકર છે.

Image Source

2. મીની માથુર (કબીર ખાનની પત્ની):
ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાનની પત્નીનું નામ મીની માથુર છે. તે પણ ટેલિવિઝન સાથે સંકળાયેલી છે. તે ટીવી હોસ્ટ અને વિડીયો જોકી છે.

Image Source

3. મંજીત લાંબા (રાજકુમાર હિરાણીની પત્ની):
પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર રાજ કુમાર હિરાણીની પત્ની મંજીત લાંબા પણ પ્રોફેશનથી પાયલટ છે. તે એયર ઇન્ડિયામાં પાયલટ તરીકે ફરજ બજાવે છે.

Image Source

4. તાની બાસુ (અનુરાગ બાસુની પત્ની) :
બોલીવુડના એક ખુબ જ પ્રખ્યાત ડાયરેક્ટર અનુરાગ બાસુની પત્ની તાની પણ મલ્ટીમીડિયા એડવર્ટાઇઝિંગ પ્રોફેશન સાથે જોડાયેલી છે.

Image Source

5. સુનિતા ગોવારિકર (આશુતોષ ગોવારીકરની પત્ની):
ડાયરેક્ટર આશુતોષ ગોવારિકર પણ બોલીવુડનું એક મોટું નામ છે. તેમની પત્ની સુનિતા એક એયર હોસ્ટેસ રહી ચુકી છે અને મોડેલિંગ પણ કરેલું છે. હાલમાં તે ફિલ્મ પ્રોડ્યુસર છે.

Image Source

6. રેખા ભારદ્વાજ (વિશાલ ભારદ્વાજની પત્ની):
ફિલ્મ ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજની પત્ની રેખા એક ગાયિકા છે. તેને બોલીવુડની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે.

Image Source

7. અનુપમા ચોપડા (વિધુ વિનોદ ચોપડા) :
ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ પણ બોલીવુડમાં ઘણી સારી ફિલ્મો આપી છે તેમની પત્ની અનુપમા એક પત્રકાર છે.

Image Source

8. રિચા પૂરણેશ (દિબાકર બેનર્જીની પત્ની):
ડાયરેક્ટર દિબાકર બેનર્જીની પત્ની રિચા પૂરણેશ એમબીએ ગ્રેજ્યુએટ છે. તે હાલમાં એક નામી કંપનીમાં માર્કેટિંગ પ્રોફેશનલમાં છે.

Image Source

9. પી.એસ.ભારતી (રાકેશ ઓમપ્રકાશ મહેરાની પત્ની) :
નામી ફિલ્મ ડાયરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાની પત્ની પી.એસ.ભારતી બોલીવુડમાં એક ફીલ એડિટર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.