સામાન્ય રીતે પતિ પત્નીના સંબંધમાં લડાઈ ઝઘડાને કારણે કોર્ટમાં છૂડાછેડા લેવા પહોંચતા હોય છે. ઘણીવાર છૂટાછેડાનું કારણ નાની વાતમાં ગલતફેમિના કારણે અથવા સંબંધમાં પ્રેમના મળવાને કારણે થતા હોય છે. પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં લડાઈ-ઝઘડાને કારણે નહીં પરંતુ વધારે પડતા પ્રેમને કારણે પત્નીને તેના પતિથી છૂટાછેડા જોઈએ છે.

હાલમાં જ દુબઈમાં એક છૂડાછેડાનો એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા તેના પતિથી ઝઘડો ના કરવાને કારણે છૂટાછેડા માંગેગી રહી છે. પરત્નએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેનો પતિ બહુ સાફ દિલનો છે અને કયારે પણ ઝઘડો કરતો નથી કે ઊંચા અવાજે વાત પણ કરતો નથી. સાથે જ પત્નીએ કહ્યું હતું કે, લગ્ન બાદ કયારે પણ ઝઘડો નથી કર્યો ઘરના દરેક કામમાં મદદ કરે છે. કયારેક તો તે જમવાનું બનાવીને મને જમાડે છે. પતિનો આટલો પ્રેમ કયારેક ગુંગળાવે છે.

આ મહિલા એવું ઈચ્છે છે કે તેનો પતિ તેની સાથે ઝઘડો કરે. પરંતુ પતિ ઝઘડો કરવાને બદલે આખું ઘર ગિફ્ટથી ભરી દે છે.
પતિએ તેની પત્નીને આ કેસ પાછો કેવા માટે આગ્રહ કર્યો છે. આ પતિએ કહ્યું છે કે, તે એક સારો પતિ બનવા માંગતો હતો. જેથી કરીને તેની પત્નીને કોઈ ફરિયાદ ના રહે.વધુમાં કહ્યું હતું કે, લગ્નના 1 વર્ષમાં જ કોઈ માણસને જજ કરવો ખોટી વાત છે. એક વાર તેની પત્નીએ કહ્યું હતું કે, વજન વધી રહ્યું છે તો બીજા દિવસથી પતિએ ડાયટિંગ અને કસરત કરવાનું ચાલુ કરી દીધું હતું.