જાણવા જેવું

UPSC પરીક્ષામાં પૂછવામાં આવ્યો સવાલ કે, તમે આટલા દુબળા કેમ છો ? જાણો દિલચસ્પ જવાબ

યુપીએસસીની પરીક્ષા દેશની સૌથી કઠિન પરીક્ષા માનવામાં આવે છે. આ પરીક્ષાના ત્રણ સ્ટેજ હોય છે. જેમાં પ્રિ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. લેખિત પરીક્ષા પ્રિ અને મેન્સની સાથે-સાથે ઇન્ટરવ્યૂને પણ મુશ્કેલ માનવામાં આવે છે. ઉમેદવારને પરખવા માટે ઘણી વાર એટલા મુશ્કેલ સવાલ પૂછવામાં આવે છે, જે સારા-સારા ઉમેદવારોનો મગજ ચકરાઈ જાય છે. ઘણી વાર ઉમેદવારોને પણ ખબર નથી પડતી કે આ પ્રશ્નનો આખરે જવાબ શું હોય છે.

આજે અમે તમને જણાવીશું એ પ્રશ્ન વિષે જે જાણીને તમે પણ અચંબામાં પડી જશો.

યુપીએસસીના પૂર્વ ચેરમેન દિપક ગુપ્તાએ જણવ્યું હતું કે, ઇન્ટરવ્યૂ બોર્ડના સદસ્ય ઉમેદવારને એવા તે ક્યાં સવાલ પૂછે છે કે, જેનો જવાબ આપવામાં ઉમેદવારોને ફીણ આવી જાય છે.

Image Source

ચેરમેન દિપક ગુપ્તાએ એક જૂનું વાક્ય યાદ કરીને કહ્યું હતું. એકવાર ઈન્ટરવ્યું બોર્ડના સદસ્યએ ઉમેદવારને પૂછ્યું કે, તમે આટલા દુબળા કેમ છો ?

ઉમેદવારે જવાબમાં કહ્યું હતું કે, સર આઈએએસ કોઈ મજાક નથી અને અલ્હાબાદ યુનિવર્સીટી કોઈ સેનેટોરિયમ (માંદા માણસને વધુ સમય માટે રાખવામાં આવે) નથી.

યુપીએસસીન ચેરમેને કહ્યું હતું કે, આ રીતે તમારી અંદર એક ઈમાનદાર માણસ જોવા મળવો જોઈએ. બધા જ પ્રકારના સવાલ જવાબ આવડવા જોઈએ. ભવિષ્યમાં તમને બહુજ મોટી જવાબદારી સાંભળવાની છે.

યુપીએસસી ક્રેક કરનાર એક વિધાર્થીએ લખ્યું હતું કે, તેને જુનિયર સ્ટેજમાં બોક્સિંગ કર્યું છે. ઇન્ટરવ્યૂમાં બોર્ડના એક મેમ્બરે પૂછ્યું હતું કે, તું માઈક ટાયસનને જાણે છે. ત્યારે મેં કહ્યું હતું કે, હા હું જાણું છું. ઘણા રેકોર્ડ તેના નામ પર છે. ઘણી વાર તેનું નામ વિવાદમાં પણ આવી ગયું છે.

Image Source

એક વિધાર્થીએ જણાવ્યું હતું કે, ઇન્ટરવ્યૂ દરમિયાન મને મોહમ્મદ અલીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મને પૂછવામાં આવ્યું હતું કે,પૂર્વ અમેરિકા મહાન બોક્સર મોહમ્મદ અલીને થોડા વર્ષો પહેલા બરાક ઓબામાએ સન્માનિત કર્યો હતો. તેને ક્યાં કારણે સન્માનિત કરવામાં આવ્યો હતો. મને આ પ્રશ્નનો ઉત્તર ખબર ના હતી તો મે કહી દીધુ હતું કે, મને નથી ખબર. તો એ લોકોએ કહ્યું હતું કે, મોહમ્મદ અલી એકલૌતા અમરિકી બોક્સર હતા જેને વિયતનામ યુદ્ધમાં અમેરિકીની નીતિઓની ટીકા કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.