ધાર્મિક-દુનિયા

સીતા માતાએ શા કારણે હનુમાન દાદા સાથે આવવાની કરી હતી મનાઈ, આજ પહેલા આ વાત તમને પણ માલુમ નહિ હોય, વાંચો તમે પણ

રામાયણ વિશે આપણે મોટાભાગની વાતો તો જાણતા હોઈએ છીએ પરંતુ કેટલીક એવી વાતો છે જે આજ સુધી ઘણા લોકોને ખબર નથી. આપણે સૌ જાણીએ છીએ કે રાવણે સીતા માતાનું હરણ કરી અને લંકાની અશોક વાટિકામાં રાખ્યા હતા. જયારે હનુમાન દાદા લંકામાં જઈને આગ લગાવી આવ્યા ત્યારે હનુમાન દાદાએ સીતા માતાને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી હતી. હનુમાન દાદાએ કહ્યું હતું કે “હું આપને પ્રભુ શ્રી રામ પાસે  લઇ જઈ શકું છું, આ રાવણની સેના મારું મારુ કઈ બગાડી શકશે નહીં” ત્યારે સીતા માતાએ હનુમાન દાદા સાથે આવવાની મનાઈ કરી હતી. જેની પાછળનું કારણ આજે પણ ઘણા લોકોને ખબર નથી.

Image Source

જયારે હનુમાન દાદાએ પોતાની સાથે ના આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેના જવાબમાં સીતા માતાએ જે ઉત્તરો આપ્યા હતા તે જાણીને હનુમાન દાદાએ તેમને વંદન કાર્ય હતા. તદુપરાંત શ્રી રામ ભગવાનને કોઈ સાબિતી આપવા માટે સીતા માતાએ પોતાનો ચુડામણી હનુમાન દાદાને આપ્યો હતો. ચાલો જાણીએ આજે કે એવા કયા કારણોના લીધે માતા સીતા હનુમાન દાદા સાથે આવી ના શક્યા.

ધર્મપાલનના કારણે:
માતા સીતાનું હનુમાન દાદા સાથે ના આવવાનું પહેલું કારણ તેમનું ધર્મપાલન હતું, સીતા માતા પોતાના પતિવ્રતા ધર્મનું પાલન કરી રહ્યા હતા. વાલ્મિકી કૃત રામાયણમાં આ વાતનો નિર્દેશ કરવામાં આવ્યો છે કે માતા સીતા તેમના પતિવ્રતા ધર્મનું પાલન કરી રહ્યા હતા જેન કારણે તે હનુમાન દાદા સાથે આવવાની ના કહી હતી. રાવણ તેમને બળપૂર્વક લંકામાં લઈને આવ્યો હતો જેમાં મારી કોઈ અનુમતિ નહોતી પરંતુ હનુમાન દાદા સાથે આવી પોતાની ઈચ્છાથી તે પરપુરુષનો સ્પર્શ કરી પોતાના પતિધર્મને તોડવા માંગતા નહોતા.

પ્રભુ શ્રી રામની મર્યાદાનું માન:
જો માતા સીતા હનુમાન દાદા સાથે લંકાથી આવી જતા તો પ્રભુ શ્રી રામની મર્યાદાનું ઉલ્લંઘન થતું.  જો તે હનુમાન દાદા સાથે આવી જતા તો પ્રભુ શ્રી રામને લોકો નિર્બળ માનતા, તેમને કાયર સમજી લેતા અને હનુમાન દાદાની કીર્તિના ગુણગાન થતા જે માતા સીતા ઇચ્છતા નહોતા. પ્રભુ શ્રી રામ સાથે વિવાહ કરીને તેમને તેમની અને તેમના કુળની મર્યાદાનું સન્માન કરવાનું પણ વચન આપ્યું હતું.

Image Source

અપમાનનો બદલો લેવા:
રાવણે માતા સીતાનું અપહરણ કરીને રઘુકુળનું અપમાન કર્યું હતું. જે રઘુકુળના રાજાઓ પાસે દેવો પણ સલાહ માંગતા હતા એ રઘુકુળની વધુનું અપહરણ કરી રાવણે ખુબ જ મોટો અપરાધ કર્યો હતો. માતા સીતા એક રાજ કન્યા હતા અને તે સમસ્ત કુળની કન્યાઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, જે તેમનું અપહરણ કરી શકે છે તે બીજી સામાન્ય સ્ત્રીઓ સાથે કંઈપણ કરી શકે છે જેના કારણે માતા સીતા પ્રભુ શ્રી રામ પાસે તેને મૃત્યુ દંડની સજા અપાવવા માંગતા હતા અને આ કારણે તેમને હનુમાનજી સાથે આવવાની મનાઈ ફરમાવી.

Image Source

રાવણની મુક્તિ:
માતા સીતા જાણતા હતા કે રાવણને વરદાન મળ્યું છે કે તેનું મૃત્યુ એક મનુષ્યના હાથે જ થવાનું છે અને તેના માટે જ ભગવાન વિષ્ણુએ રાવણનો વધ કરવા માટે જ રામ અવતાર ધરાણ કર્યો હતો. જો તે હનુમાન દાદા સાથે ચાલી જતા તો રાવણના વધનું એ ઉદ્દેશ્ય પૂરું ના થઇ શકતું. રાવણના દુષ્કર્મોના અંત માટે રામ અને રાવણનું યુદ્ધ થવું નિશ્ચિત હતું જેમાં રાવણનું પ્રભુ શ્રી રામના હાથે મૃત્યુ થવાનું હતું. રાવણને તેના આ જન્મમાંથી મુક્તિ આપવા માટે પણ તેઓ હનુમાનજી સાથે પાછા ફર્યા નહોતા.