‘બાપુ! હું પણ બાવો છું.’ શા માટે નરેન્દ્ર મોદીએ મોરારીબાપુને આમ કહેલું? જાણો રોચક પ્રસંગ

0

રામાયણના કથાકાર મોરારીબાપુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબંધોની ચર્ચાઓ તો ઘણી થઈ છે. માત્ર મોરારીબાપુ જ નહી, ગુજરાતના લગભગ બધા સંતો-મહંતો સાથે ગુજરાતની સાંસ્કૃતિક તળભૂમિ સાથે વર્ષોથી જોડાયેલા નરેન્દ્ર મોદીને સારો એવો પરિચય છે. એ નાતે આજે ભારતના વડાપ્રધાન તરીકે સર્વોચ્ચ પદ પર હોવા છતા તેઓ આ સંતોને, લોકસાહિત્યકારોને કે ગુજરાતના અન્ય સાંસ્કૃતિક મશાલચીઓને ભૂલ્યા નથી.

Image Source

અહીઁ મોરારીબાપુ અને નરેન્દ્ર મોદીનો એક રમૂજી અને માર્મિક પ્રસંગ રજૂ કર્યો છે :

બાપુ! હું પણ બાવો છું —

૨૦૦૫માં સાબરમતી આશ્રમ ખાતે મોરારીબાપુની કથા યોજાયેલી હતી. ગુજરાત સમાચારની યજમાની વતી યોજાયેલી આ કથાનું શિર્ષક ‘માનસ મહાત્મા’ રાખવામાં આવેલું. એ વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે કથાના બીજે દિવસે સાબરમતી આશ્રમ આવીને બાપુની કથામાં હાજરી આપેલી.

Image Source

મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સમાચારના તંત્રી શ્રેયાંસ શાહને સ્ટેજ પર પાસપાસે બેઠેલા જોઈ મોરારીબાપુએ ખુશી વ્યક્ત કરેલી. (આજે પાછી શી હાલત છે તે આપણે ખબર છે!) કથામાં બાપુએ પ્રસન્ન મને ઘણી ગમ્મત પણ કરેલી અને પછી નરેન્દ્ર મોદી તરફ નજર નાખીને પૂછ્યું હતું કે,

“તમારે જવાનું મોડું તો નથી થતું ને? કેમ કે, હું તો બાવો છું!”

મોરારીબાપુના આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી હસી પડેલા અને પછી કહેલું,

“બાપુ! તો તો આપણે બંને સરખા…”

અર્થાત્ તમારી જેમ હું પણ બાવો છું!

રાષ્ટ્રભક્તિ બાબતે નિ:સંદેહ —

Image Source

મોરારીબાપુએ હમણાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ચાલુ કથામાં એકવાર કહેલું, કે એ માણસને બીજું જે કહેવું હોય તે પણ એની રાષ્ટ્રભક્તિ પર સંદેહ ના કરવો જોઈએ! એ જે કરે છે તે બધું રાષ્ટ્ર માટે, દેશ માટે કરે છે.

ઉલ્લેખનીય છે, કે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ્યારે નરેન્દ્ર મોદી હરિયાણાના પ્રભારી હતા ત્યારે રોહતકમાં યોજાયેલી મોરારીબાપુની કથામાં પણ તેમનો ખાસ્સો સત્સંગ થયેલો.

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.