બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેનું માત્ર એક નામ જ લોકોને યાદ છે તેમની પાછળ લાગતી અટક કોઈને ભાગ્યે જ યાદ હશે. તે છતાં પણ એ લોકો પોતાના નામ માત્રથી જ સફળતાનાં શિખર સુધી પહોંચી ગયા છે. આજે અમે તમને એવા જ કેટલાક કલાકારોના અટક છુપાવવા વિશેના કારણ જણાવવા જઈ રહ્યા છીએ.

કેટલાક અભિનેતા અને અભિનેત્રીઓના અટપટા નામના કારણે પોતાની અટક છુપાવી તો કોઈએ પ્રસિદ્ધિ માટે અટક તો કાઢી જ નાખી પરંતુ નામ પણ બદલી લીધા છે.

જીતેન્દ્ર:
બોલીવુડની ફિલ્મોમાં એક સમયે જે કલાકારનો દબદબો રહયો છે એવા જીતેન્દ્રને સૌ આજ નામથી ઓળખે છે તેમની અટક બહુ ઓછા લોકો જાણતા હશે. વળી જીતેન્દ્રનું સાચું નામ પણ જીતેન્દ્ર નથી. ફિલ્મોમાં આવવા માટે જીતેન્દ્રએ પોતાના રવિ કપૂરના નામની બદલે માત્ર જીતેન્દ્ર જ રાખી લીધું અને આજે આખી દુનિયા તેનું અસલી નામ ભુલાવી જીતેન્દ્ર નામથી જ ઓળખવા લાગી છે.

રેખા:
રેખાનું આખું નામ ઘણું જ મોટું હતું. રેખા તેની સુંદરતાના કારણે ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આજે ઓળખાય છે. ભારતીય ફિલ્મ જગતમાં પણ જોવા મળ્યો. પોતાના લાંબા અને અટપટા નામ ભાનુરેખા ગણેશનની જગ્યાએ માત્ર રેખા જ રાખીને પ્રસિદ્ધિ મેળવી.

ગોવિંદા:
પોતાના ડાન્સના સ્ટેપ અને મનમોહક અભિનયના કારણે પ્રખ્યાત થયેલા અભિનેતા ગોવિંદા આજે પણ ઘણી ફિલ્મમોમાં જોવા મળે છે. ગોવિદએ પણ ફિલ્મોમાં આવવાની સાથે જ પોતાનું નામ ટૂંકું કરી નાખ્યું. તેને પોતાની અટક પણ પોતાના નામમાં ના ઉમેરી અને ગોવિંદા નામથી જ પ્રખ્યાત થવા લાગ્યો. ગોવિંદાનું સાચું નામ ગોવિંદા અરુણ આહુજા છે.

કાજોલ:
કુછકુછ હોતા હે જેવી હિટ ફિલ્મો આપનારી કાજોલે ઘણા વર્ષોથી પોતાનો પગ બોલીવુડમાં જમાવી રાખ્યો છે. કાજોલે પણ પોતાની અટક ક્યારેય જાહેર નથી કરી તેનું કારણ તેના પારિવારિક ઝઘડા હતા. કાજોલનું આખું નામ કાજોલ મુખર્જી છે. પરંતુ પિતા સોમુ મુખર્જી અને મા તનુજાના અલગ થવાના કારણે કાજોલે પોતાની અટક જાહેર કરવાનું જ બંધ કરી દીધું અને આજે તે માત્ર કાજોલના નામથી જ ઓળખાય છે.

તબુ:
તબુએ પણ બોલીવુડમાં ઘણું જ સારું કામ અને નામ કર્યું છે. પરંતુ દુનિયા આજે પણ તેને બે શબ્દના નામથી જ ઓળખે છે. તેનું અસલી નામ તબસ્સુમ હાશમી છે. પરંતુ આ નામ લાંબુ અને અટપટું હોવાના કારણે તેને તબુ નામથી જ આગળ વધવાનું વિચાર્યું અને આજે તેની બોલીવુડમાં આગવી ઓળખ છે.

આસીન:
ગજની ફિલ્મમાં પોતાની એક્ટિંગનો જાદુ વિખેરનારી અભિનેત્રી આસીનની પણ અટક મોટાભાગના લોકો નથી જાણતા. આસીન પણ પોતાની અટક સાથે પોતાનું નામ બોલવાનું પસંદ નથી કરતી કારણ કે તેની અટક જ એવી અટપટી છે. આસીનનું આખું નામ આસીન થોટ્ટૂમકલ છે. જે બોલવા માટે પણ 4 વાર વાંચવું પડે.

તમન્ના:
બાહુબલી ફિલ્મ દુનિયાભરમાં પ્રખ્યાત થઇ. આ ફિલ્મની અભિનેત્રી તમન્ના સાઉથની અને બોલીવુડની ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાનું નામ બનાવી ગઈ. પરંતુ તમન્નાનું એવું માનવું છે કે તેને આ સફળતા તેની અટક બાદ કર્યા પછી મળી છે. તમન્નાનું સાચું નામ તમન્ના ભાટિયા છે પરંતુ એક જ્યોતિષના કહેવાના કારણે તેને પોતાની અટક તો બાદ કરી જ દીધી પરંતુ પોતાના નામનો સ્પેલિંગ પણ બદલી નાખ્યો. હવે તમન્ના પોતાના નામના સ્પેલિંગમાં “Tamannah” લખે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.