ખબર

સપ્ટેમ્બરમાં ઘટ્યા તો એપ્રિલમાં કેમ અચાનક વધી રહ્યા છે કોરોનાના મામલાઓ ? આ છે 5 કારણ

હાલ દેશભરમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે, હાલમાં દૈનિક એક લાખ કરતા પણ વધારે કોરોનાના મામલાઓ સામે આવી રહ્યા છે ત્યારે એક પ્રશ્ન થાય કે સપ્ટેમ્બરમાં જો કોરોનાના કેસ ઘટ્યા હતા તો એપ્રિલમાં શા કારણે કોરોનાના મામલામાં ઉછાળ જોવા મળી રહ્યો છે ? તો તેના વિશેના પાંચ મુખ્ય કારણો છે.

પહેલું કારણ: કોરોના સંક્રમણથી બચી ગયેલા લોકોની આબાદી ખુબ જ વધારે છે:
ડોક્ટર શાહિદ જમિલના જણાવ્યા અનુસાર દેશમાં મોટો એવો વર્ગ હતો જેને કોરોના સંક્ર્મણનો ચેપ લાગ્યો નહોતો.

બીજું કારણ: લોકોની સાવધાની ના રાખવી:
કોરોના સંક્ર્મણ ઓછું થયા બાદ એ પણ જોવામાં આવ્યું હતું કે લોકોએ સાવધાની નહોતી રાખી. સરકાર દ્વારા માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સના પાલનમાં સાવધાની રાખવામાં આવી નહોતી.

ત્રીજું કારણ: ઝડપથી વધતા મામલામાં મ્યુટેન્ટનો રોલ:
આ બાબતે ડોક્ટર જુગલ કિશોરે જણાવ્યું હતું કે ઝડપથી વાયરસ ફેલાવવાનું એક કારણ એ પણ છે કે વાયરસના વ્યવહારમાં આવેલો બદલાવ. વાયરસમાં જે બદલાવ આવે છે તેને મ્યુટેન્ટ કહેવામાં આવે છે.

ચોથું કારણ: આર નંબર વધી રહ્યો છે:
ડોક્ટર ટી જેકબ જોન ક્રિશ્ચન ધ્વરા જણાવામાં આવ્યું છે કે કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરમાં બહુ જ અંતર છે. જે સ્પષ્ટ જોઈ શકાય છે. આ વખતે કોરોનાના મામલાનો ગ્રાફ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે જેને આર નંબર કહેવામાં આવે છે.

પાંચમું કારણ: શહેરોમાં પાછા આવી રહ્યા છે લોકો:
ઘણા લોકો કોરોના સંક્રમણથી બચવા માટે શહેર છોડી અને ગામડે ચાલ્યા ગયા હતા, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ મળતા અને કોરોના કેસમાં ઘટાડો થતા તે શહેર તરફ પાછા વળ્યાં છે. આ કારણ પણ હોઈ શકે છે.