ખબર

કોરોનાનો નવો વેરિએન્ટ કેટલો ખતરનાક છે એને લઈને WHO એ ભારતને લઈને આપ્યા ડરામણા સમાચાર

કોરોનાની બીજી લહેર દિવસે દિવસે ખુબ જ ઘાતક બનતી જોવા મળી રહી છે. ભારતમાં પણ કોરોના કેસમાં સતત વધારો થતો રહે છે, આ દરમિયાન WHO દ્વારા પણ અવાર નવાર નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે.

ત્યારે હાલમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથન દ્વારા ભારતમાં કોરોના કહેર માટે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને કહ્યું છે કે દેશમાં અચાનક કોરોનાના વિસ્ફોટ પાછળનું કારણ તેનું નવું વેરિએન્ટ છે જે ખુબ જ વધારે સંક્રામક અને જીવલેણ છે.તેમને કહ્યું કે તેનાથી બચવાનો એક માત્ર ઉપાય રસીકરણ અભિયાન છે. જેમાં ઝડપતા લાવવાની જરૂર છે.

સ્વામિનાથને એમ પણ જણાવ્યું કે ભારતમાં સંક્રમીતો આટલા મોટા પ્રમાણમાં વૃદ્ધિ અને મોત માટે ફક્ત કોરોનાના નવા વેરિએન્ટને જવાબદાર ના ગણાવી શકાય. પરંતુ આના માટે લોકોની લાપરવાહી પણ જવાબદાર છે. લોકોએ શારીરિક દૂરીનું ધ્યાન નથી રાખ્યું, તો ઘણા લોકોએ મામલા ઓછા થયા બાદ માસ્ક પહેરવાનું પણ છોડી દીધું.

તેમને એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી અને અન્ય રાજનેતાઓ દ્વારા આયોજિત કરવામાં આવેલી મોટા પ્રમાણની ચૂંટણીની રેલીઓ પણ જવાબદાર છે. રેલીમાં લાખોની સંખ્યામાં ભીડ ભેગી થઇ અને જેના કારણે વાયરસને ઝડપથી ફેલાવમાં મદદ મળી.