ખબર

WHOએ ફરી આપી ભયંકર ચેતવણી, આ સમયે ફાટી શકે છે કોરોનાનો રાફડો, મૃત્યુદરમાં પણ થશે સખત વધારો

દુનિયાભરમાં કોરોના વાયરસ હવે ઘર કરી ગયો છે, પહેલાની સરખામણીમાં હવે કેસોની સંખ્યા પણ વધારે આવવા લાગી છે. ત્યારે આ સમયે WHO દ્વારા પણ એક મોટી ચેતવણી આપવામાં આવી છે. WHO દ્વારા ચેતવણીના ભાગ રૂપે આવનારા સમયમાં કોરોનાનો કહેર વધી શકે છે અને મૃત્યુના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવના જતાવવામાં આવી છે.

Image Source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ફરી એકવાર કોરોના સંક્રમણને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે. WHOનું કહેવું છે કે: “શિયાળામાં ફરી એકવાર યૂરોપ સહિત દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આ સમયે હોસ્પિટલોમાં એડમિટ થનારા દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે મૃત્યુદરમાં પણ વધારો થઇ શકે છે. યૂરોપમાં WHOના રીજનલ ડાયરેક્ટરે હેનરી ક્લગે કહ્યું કે શિયાળામાં યુવાઓ વૃદ્ધોની વધારે નજીક રહે છે આ કારણે સંક્રમણ વધી શકે છે.

Image Source

હેનરીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં શાળા કોલેજો ખુલશે, અને શરદી ઉધરસની સીઝન હોય વૃદ્ધોના મૃત્યુદરમાં પણ વધારો થશે. જેના કારણે સંક્ર્મણ પણ વધારે ઘાતકી બની શકે છે. તેમને એમ પણ જણાવ્યું કે દુનિયાના દેશોએ અત્યારથી જ તૈયારી કરી લેવી જોઈએ.

અમેરિકામાં પણ શાળાઓ ખોલવાને લઈને સંક્ર્મણ ફેલાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. મિસિસિપીની શાળામાં 4000 બાળકો અને 600 શિક્ષકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.