ખબર

PM મોદી સાથે હંમેશા પડછાયાની જેમ રહેતી આ મહિલા છે કોણ ?? જાણો રસપ્રદ

જ્યારે પણ પીએમ મોદી વિદેશ પ્રવાસ પર જાય છે ત્યારે એક મહિલા ચોક્કસપણે તેની સાથે જોવા મળે છે. મોદી સાથે તે મહિલાની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેને જોઈને લોકો વિચારે છે કે આ મહિલા આખરે છે કોણ?

ડોનાલ્ડ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ જ્યારે ભારત આવ્યાં હતાં. ત્યારે તેમના સ્વાગત માટે રન વે પર રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું. જેની પર ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત બીજી એક મહિલા દેખાઇ હતી. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મહિલા કોણ છે તેની ચર્ચા દરેક લોકો કરી રહ્યા હતા. તો આવો તે મહિલા વિશે માહિતી મેળવીએ.

ફક્ત મોદી જ નહીં, આ મહિલા બરાક ઓબામા, જસ્ટિન ટ્રુડો, ઇન્દિરા નૂરી જેવા વીવીઆઈપી સાથે જોવા મળી રહી છે. આ મહિલાનું નામ ગુરદીપ કૌર ચાવલા છે. યુ.એસ. માં સ્થિત ગુરદીપ કૌર ચાવલા અમેરિકન ટ્રાન્સલેટર એસોસિએશનના સભ્ય છે. તે સંઘીય કેસોના સફળ અનુવાદક છે, જેમાં અર્થઘટન, અનુવાદ અને સુપિરિયર કોર્ટની ભાષા શામેલ છે.

લોકસભામાં અનુવાદક તરીકે કરી હતી કરિયરની શરૂઆત
ગુરદીપ કૌર ચાવલાએ વિદેશી નેતાઓ માટે પીએમ મોદીના હિન્દી ભાષાનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ગુરદીપ કૌર ઘણી ભાષાઓની જાણકાર છે. તે શ્રેષ્ઠ અનુવાદક તરીકે ઓળખાય છે. ગુરદીપે લોકસભામાં અનુવાદક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગુરદીપ લગ્ન બાદ 1996માં તેના પતિ સાથે યુ.એસ. સ્થાયી થઇ.

2010માં ઓબામા સાથે પણ આવી હતી ભારત
ગુરદીપ કૌર ચાવલાએ 2010 માં યુ.એસ. તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઇન્ટરપ્રેટર તરીકે ભારતની મુલાકાત લીધી હતી.

મેડિસન સ્ક્વેરમાં પણ સામેલ થઇ
ગુરદીપે 2014 માં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાયેલા પીએમ મોદીના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. તેમણે આ કાર્યક્રમમાં અનુવાદક તરીકે કામ કર્યું. આ પછી, તેમણે પીએમ મોદી અને તત્કાલીન યુએસ પ્રમુખ બરાક ઓબામા વચ્ચે અનુવાદક તરીકે પણ કામ કર્યું.