ખબર

જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, તેમના માતા હીરાબાએ પાસેથી લીધુ હતું 1 વચન જેની ઘણી ઊંડી અસર થઇ

મોદી… નરેન્દ્ર મોદી… આ નામ હવે લોકો માટે નવું નથી રહ્યું. આપણા વડાપ્રધાન મોદી આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઘણા લોકો આ નામને વખોડે છે તો ઘણા લોકો આ નામના વખાણ પણ કરે છે. પણ નરેન્દ્ર મોદી માટે એક વાત ખૂબ જ મહત્વ ધરાવે છે. એ વાત એ છે કે જયારે નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમની માતા હીરાબાએ તેમને એક વાત કહી હતી કે ‘ક્યારેય પણ ભ્રષ્ટાચાર ન આદરતા.’ આ વાત મોદી માટે ખૂબ જ મહત્વની છે.ઘણા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જયારે તેઓ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમના માતા હીરાબા ખૂબ જ ખુશ થયા હતા. તેમને કહયું કે જયારે શપથ લેવા ગુજરાત પહોંચ્યો ત્યારે સૌથી પહેલા તેઓ અમદાવાદ ગયા અને તેમના માતાને મળ્યા હતા, જ્યાં તેમના માતા તેમના ભાઈ સાથે રહે છે.વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘જો કે મારા માને મળવા પહેલા જ તેમને ખબર પડી ગઈ હતી કે હું ગુજરાતનો મુખ્યમંત્રી બની ચુક્યો છું. હું જયારે મા પાસે પહોંચ્યો ત્યારે ઉત્સવ ભર્યો માહોલ હતો. જશ્ન શરુ થઇ ચૂક્યું હતું. જયારે મારી માએ મને જોયો તો ગળે લગાવી લીધો. તેઓએ મને કહ્યું કે સારી વાત એ છે કે હવે તું ગુજરાત પાછો આવી જઈશ.’ મોદીએ કહ્યું કે એક માનો સ્વભાવ હોય છે કે આસપાસ શું થઇ રહ્યું છે એનાથી તેમને કોઈ જ ફરક નથી પડતો. બસ એ પોતાના બાળકોની સાથે રહેવા માંગતી હોય છે. તેઓએ આગળ કહ્યું, ‘મારા મુખ્યમંત્રી બન્યા બાદ માએ મને કહ્યું, ‘જો ભાઈ… મને નથી ખબર કે તું શું કરે છે. બસ મને વચન આપ કે તું જીવનમાં ક્યારેય પણ લાંચ નહિ લે. લાંચ લેવાનું પાપ ક્યારેય નહિ કરે.’ મોદીજીએ કહ્યું, ‘માના આ શબ્દોએ મને પ્રભાવિત કર્યા છે અને એ પણ કહીશ કે એવું શા માટે થયું. એક મહિલા જેને પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવી દીધું છે. જેમની પાસે તહેવારોના સમયે ભૌતિક સુખ-સાધન ન હતા. તેઓએ મને લાંચ નહિ લેવાનું કહ્યું.’આ વાત પર વડાપ્રધાને કહ્યું, ‘એટલે જ જયારે હું દેશનો પ્રધાનમંત્રી બન્યો તો મારી પકડ વધુ મજબૂત અને કઠોર બની.પાછલા દિવસોમાં ભલે કોઈએ મારી માને કહ્યું કે મને કોઈ સાધારણ નોકરી મળી ગઈ તો તેઓએ આખા ગામમાં મીઠાઈ વેચી હશે. તેમના માટે મારુ આ પદ કોઈ મહત્વ નથી ધરાવતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks