સાટા પદ્ધતિથી લગ્નનો મતલબ શું થાય? આજે જાણી લો અંદરની વિગત

ગુજરાતની સુમધુર અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ તેના કોકિલકિંઠી અવાજને કારણે ખાલી ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ અને વિદેશમાં પણ ઓળખ બનાવી છે. ત્યારે ગઇકાલના રોજ ગુજરાતભરમાં ગરબા ક્વિનથી પ્રસિદ્ધ થયેલી કિંજલ દવેની સગાઇ તૂટવાના સમાચાર આવતા તેના ચાહકોને તો મોટો ઝટકો લાગ્યો હતો. કિંજલ અને તેના ભાઇની સગાઇ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી.

આ અનુસાર, કિંજલ દવેની સગાઇ પવન જોશી સાથે અને કિંજલના ભાઇ આકાશની સગાઇ પવન જોશીની બહેન સાથે થઇ હતી. પણ ગત રોજ પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, પવન જોશીની બહેને બીજા કોઇ છોકરા સાથે કોર્ટ મેરેજ કરી લેતા આકાશ સાથે સાથે હવે કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે. કિંજલ અને પવનની સગાઇ પાંચ વર્ષ પહેલા થઇ હતી અને હવે આટલા વર્ષો બાદ સગાઇ તૂટતા ચાહકોને પણ આઘાત લાગ્યો છે.

ત્યારે જણાવી દઇએ કે, કિંજલ દવેની સગાઇ જે સાટા પદ્ધતિથી તૂટી છે તે રિવાજ ઘણો જૂનો છે પરંતુ હજુ પણ કેટલાંક સમાજમાં ચાલી રહ્યો છે. આમાં એવું છે કે એક જ પરિવારના છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે. જેને કારણે જો એકના લગ્નજીવનમાં ભંગાણ પડે તો બીજાના પણ લગ્ન એ જ ક્ષણે તૂટી જાય છે. આ રિવાજના કારણે બંને પરિવારને ઘણી મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે.

સાટા પદ્ધતિમાં જો કોઇ એક વ્યક્તિને કંઈ પણ તકલીફ થાય તો તેની ત્રણ જીવન પર અસર થાય છે. આ પદ્ધતિ અયોગ્ય છે પણ કેટલીકવાર મજબૂરીમાં એવું બનતુ હોય છે કે ક્યારેક જો એક પાત્ર નબળું હોય અને તેને સામેવાળું પાત્ર ન ગમે તો એના જબરદસ્તી લગ્ન કરવામાં આવે છે અને જો પછી વાંધો આવે તો સામ-સામે જે પ્રસંગ કર્યા હોય તે બંને તોડી નાખતા હોય છે.

Previous Article

ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ ખરીદ્યુ પોતાનું આલીશાન ઘર, પૂજા કરતા વીડિયો કર્યો શેર...જીગ્નેશ દાદા પણ આવ્યા નજર...

Next Article

પહેલી ફિલ્મમાં બૂટ પોલિશનો રોલ કરવા માટે સતીશ કૌશિકને મળી હતી આટલી ફિલ્મ, જાણો કેટલાક કિસ્સા

error: Unable To Copy Protected Content!