પહેલી ફિલ્મમાં બૂટ પોલિશનો રોલ કરવા માટે સતીશ કૌશિકને મળી હતી આટલી ફિલ્મ, જાણો કેટલાક કિસ્સા

બૂટ પોલિશ કરવાવાળાનો રોલ અને 500 રૂપિયા ફીસ…જુઓ ક્યારેય ન જોયેલી તસવીરો

સતીશ કૌશિક હવે આ દુનિયામાં નથી રહ્યા પણ હાં ચોક્કસ તેમની ઘણી બધી યાદો લોકોના મનમાં છે. આજે અમે તમને સતીશ કૌશિકની પહેલી ફિલ્મ ચક્રના કિસ્સાથી લઇને અનિલ કપૂરથી મિત્રતા સુધીની કહાની જણાવવા જઇ રહ્યા છીએ. સતીશ કૌશિકની મિત્રતા કેવી રીતે થઇ, કેવી રીતે સતીશ કૌશિકનું વજન વધ્યુ…વર્ષ 1981ની વાત છે, જ્યારે સતીશ કૌશિકે કરિયરની શરૂઆત એક નાના રોલથી કરી હતી. આ ફિલ્મ હતી ચક્ર.

નસીરુદ્દીન શાહની આ ફિલ્મમાં સતીશ કૌશિકે જૂતા પોલિસ કરવાનો રોલ પ્લે કર્યો હતો. ઘણા ઓછા લોકો જાણે છે કે સતીશ કૌશિકનું ડેબ્યુ ચક્રથી થયુ હતુ. તેમણે ઘણા ઇન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે આ ફિલ્મ માટે તેમને 500 રૂપિયા ફી મળી હતી. એકવાર તેમણે જણાવ્યુ હતુ કે વરુણ ધવનના પિતા ડેવિડ ધવને રાજા બાબુ ફિલ્મ માટે તેમને નંદુનો રોલ આપ્યો હતો પણ તેમણે ચડ્ડા અને નાડાને કારણે ના કહી દીધી હતી.

પણ આગળ તેમણે ઘણી બીજી ફિલ્મોમાં કામ કર્યુ. આ ફિલ્મમાં ના માત્ર ડાયલોગ હતા પણ તેમની મિત્રતા અનિલ કપૂર અને બોની કપૂર સાથે પણ થઇ. અહીંથી સતીશ કૌશિક અને અનિલ કપૂરની મિત્રતાની શરૂઆત થઇ. ઇન્ડસ્ટ્રીમાં સતીશ કૌશિક-અનુપમ ખેર-અનિલ કપૂરની મિત્રતા હંમેશાથી મશહૂર હતી. સતીશ કૌશિક એ સ્ટાર્સમાંના છે જે પોતાની કિસ્મતને સારી માનતા હતા. તેઓ કહેતા કે તેમને લાગે છે કે તેમને જરૂરતથી વધારે જ મળી ગયુ છે.

મુંબઇમાં ના માત્ર કામ પણ સાચા મિત્રો પણ મળ્યા. એક ઇન્ટરવ્યુમાં સતીશ કૌશિકે જણાવ્યુ હતુ કે શરૂઆતી દિવસોમાં તેમણે ટેક્સટાઇલ મીલમાં એક કૈશિયર તરીકે કામ પણ કર્યુ હતુ. દિલ્હીની NSD અને એક્ટિંગ સ્કૂલમાંથી ભણેલા સતીશ કૌશિકે મુંબઈમાં ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો. એકવાર તેમના બોસે તેમને સફાઈનું કામ પણ સોંપ્યું હતું.

તેમણે પણ તેને સકારાત્મક રીતે લીધુ અને પૂરા દિલથી નિભાવ્યુ. બહુ ઓછા લોકો જાણે છે કે સતીશ કૌશિકે મિસ્ટર ઈન્ડિયામાં કેલેન્ડરના રોલમાં જોવા મળ્યા હતા, પણ તેમણે આ ફિલ્મમાં એસોસિયેટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. એક ઈન્ટરવ્યુમાં સતીશ કૌશિકે જણાવ્યું હતું કે તેમને 8-10 વર્ષથી અસ્થમા છે.

આ સમસ્યાને કારણે તેમને ઘણી દવાઓ લેવી પડી હતી. સ્ટેરોઇડ્સ પણ લેવા પડ્યા હતા અને તેને કારણે તેમનું વજન ઘણું વધી ગયું હતું. તેમની પત્ની શશી હંમેશા તેનું ખૂબ ધ્યાન રાખતી. તે તેમને સેટ પર ફળો અને બાફેલું ભોજન પણ મોકલતી હતી.

Shah Jina