ગુજરાતી ફિલ્મોના રજનીકાંત કહેવાતા દિવંગત સુપરસ્ટાર નરેશ કનોડિયાની જુઓ ના જોઇ હોય તેવી તસવીરો

ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર અભિનેતા નરેશ કનોડિયા આજે ભલે હયાત નથી, પણ તેઓને હંમેશા ગુજરાતી સિનેમામાં તેમાન યોગદાન માટે યાદ કરવામાં આવશે. 27 ઓક્ટોબર 2020ના રોજ નરેશ કનોડિયાનું લગભગ 77 વર્ષની ઉંમરે નિધન થયુ હતુ. નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ ગુજરાતના કનોડા ગામમાં થયો હતો, તેમનું જીવન શરૂઆતમાં ગરીબીમાં વીત્યુ. તેમના માતા-પિતા એક મિલમાં કામ કરતા હતા.

નરેશ કનોડિયાએ તેમના કરિયરની શરૂઆત મોટા ભાઇ મહેશ કનોડિયા સાથે કરી હતી. મહેશ કનોડિયા ગુજરાતી સિનેમાના મશહૂર ગાયક અને સંગીતકાર હતા. નરેશ અને મહેશ ઘણા આયોજનોમાં સાથે ડાંસ કરતા અને ગીતો પણ ગાતા. આયોજનોમાં ડાંસ અને ગીત ગાવાને કારણે નરેશ-મહેશની જોડી ઘણી મશહૂર થઇ ગઇ હતી. આ બંનેની જોડીએ માત્ર ભારતમાં જ નહિ પણ વિદેશમાં પણ આયોજનોમાં ભાગ લેવાનું શરૂ કર્યુ અને ખૂબ નામ કમાવ્યુ.

તે બાદ નરેશ કનોડિયએ ફિલ્મો તરફ રૂખ કરવાનો નિર્ણય કર્યો. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલથી કરી હતી. નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે 40 વર્ષોનો છે. આ વર્ષો દરમિયાન તેમણે ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. પોતાની પહેલી ફિલ્મથી જ નરેશ કનોડિયા ઘણા મશહૂર થઇ ગયા હતા. તેમણે ગુજરાતી સિનેમાના ઘણા દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યુ છે અને દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.

નરેશ કનોડિયાને ગુજરાતી સિનેમામાં અસલી ઓળખ 1980માં આવેલી ડ્રામા ફિલ્મ અખંડ ચુડલોથી મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી રીતા ભાદુરી અને ચંદ્રકાંત પંડ્યા સહિત અનેક કલાકારો હતા. ગુજરાતી ફિલ્મો સાથે નરેશ કનોડિયાએ હિંદી ફિલમોમાં પણ કામ કર્યુ છે અને પોતાની અલગ ઓળખ બનાવી છે.

ફિલ્મો સિવાય નરેશ કનોડિયા રાજનીતિમાં પણ સક્રિય હતા. નરેશ કનોડિયા આપણી વચ્ચે આજે ભલે નથી રહ્યા પણ તેમનો દીકરો હિતુ કનોડિયા તેમનો ફિલ્મનો વારસો સંભાળી રહ્યા છે.નરેશ કનોડિયા અને તેમના મોટાભાઈ મહેશ કનોડિયાને મરણોતર પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. નરેશ કનોડિયાએ 90ના દાયકાથી લઈને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ રાજ કર્યું,

તેમણે ગુજરાતી સિનેમાને પોતાના થકી સફળતાના શિખરે પોહચાડ્યું. હવે તેમના પરિવારમાં તેમની પત્ની અને તેમનો પુત્ર હિતુ કનોડિયા, હિતુ કનોડિયાની પત્ની મોના કનોડિયા અને દંપતિનો દીકરો રાજવીર છે. કનોડિયા પરિવાર એ બોલીવુડના કપૂર પરિવાર જેવો છે, જેમનો ઢોલિવુડમાં મહત્વનો ફાળો રહ્યો છે.

Shah Jina