મનોરંજન

અલાના પાંડેની સંગીત સેરેમનીમાં સુહાના ખાનથી લઇ પલક તિવારીએ લૂંટી મહેફિલ, ગૌરી ખાનની સાડીમાં સુહાના લાગી ગજબની સુંદર, જુઓ ફોટાઓ

ઇન્ટરનેટ સેંસેશન અને અભિનેતા ચંકી પાંડેના ભાઇ ચિક્કી પાંડેની દીકરી અલાના પાંડે જલ્દી જ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને મંગેતર Ivor સાથે આજે એટલે કે 16 માર્ચના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. ત્યારે ગઇકાલે એટલે કે બુધવારે બંનેની સંગીત સેરેમની યોજાઇ હતી. આ દરમિયાન બોલિવુડની ઘણી હસ્તિઓએ હાજરી આપી હતી. આ દરમિયાન સેલેબ્સ પણ એકથી એક હોટ અને ગ્લેમરસ લુકમાં નજર આવ્યા હતા.

અલાના પાંડેની સંગીત સેરેમનીનીમાં સામેલ સેલેબ્સની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અલાનાની કઝિન અનન્યા પાંડે તેની માતા ભાવના પાંડે અને પિતા ચંકી પાંડે સાથે ફંક્શનમાં પહોંચી હતી. અનન્યાએ ટ્રેડિશનલ લહેંગા ચોલી પહેરી હતી, જેમાં તે બલાની ખૂબસુરત લાગી રહી હતી.

અનન્યાએ મિનિમલ મેકઅપ સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા. અલાના પાંડેની સંગીત સેરેમનીનું આકર્ષણ સુહાના ખાન અને પલક તિવારી રહી હતી. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ સંગીત સેરેમની માટે પિંક અને યલો લહેંગો પહેર્યો હતો, જેના પર મિરર વર્ક હતું. તેણે તેને સ્લીવલેસ એમ્બેલિશ્ડ પિંક બ્લાઉઝ અને ઓરેન્જ નેટ દુપટ્ટા સાથે મેચ કર્યુ હતુ.

તેણે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ કેરી કરી હતી અને વાળને ખુલ્લા રાખ્યા હતા. આ ઉપરાંત તે હેવી મેકઅપ પણ કર્યો હતો. કિંગ ખાનની પુત્રી સુહાના ખાન પણ ગઈકાલે રાત્રે અલાના પાંડેની સંગીત સેરેમનીમાં હાજર રહી હતી. આ દરમિયાન સુહાના ખાને પોતાના લુકથી બધાનું દિલ જીતી લીધું હતું. લોકો તેના લુક પરથી નજર હટાવી શકતા નહોતા.

જણાવી દઈએ કે અલાના પાંડેની સંગીત સેરેમનીમાં સુહાનાએ સિલ્વર સિક્વિન સાડી પહેરી હતી જેને તેણે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ સાથે જોડી હતી. તેણે ન્યૂનતમ એક્સેસરીઝ અને લાઇટ મેકઅપ તેમજ ફ્રી હેરસ્ટાઇલ સાથે તેનો લુક સિમ્પલ રાખ્યો હતો. સુહાનાએ સિલ્વર ક્લચ સાથે તેના લુકને પૂરક બનાવ્યો હતો. સુહાનાએ જે સાડી પહેરી હતી તે તેની માતા ગૌરી ખાનની હતી. આ દિવસોમાં સુહાના ખાન ઘણી જગ્યાએ જાહેરમાં જોવા મળી છે.

સુહાના ખાન જ્યારે પણ પબ્લિક પ્લેસ પર દેખાય છે ત્યારે તે હેડલાઈન્સ મેળવે છે. ક્યારેક તે તેના વેસ્ટર્ન લૂકથી તો ક્યારેક પોતાના એથનિક લૂકથી લોકોને પ્રભાવિત કરી રહી છે. સુહાના અને પલક ઉપરાંત કરણ મહેતા, બાબા સિદ્દીકી, સંજય કપૂરની પત્ની મહિપ કપૂર, કિમ શર્મા અને અન્ય ઘણા લોકોએ અલાના પાંડેના સંગીતમાં હાજરી આપી હતી.

બાબા સિદ્દીકીએ દુલ્હનના પિતા ચિક્કી પાંડે સાથે તસવીરો માટે પોઝ પણ આપ્યો હતો. આ ઉપરાંત ફરહાન અખ્તરની પત્ની શિબાની દાંડેકર અને તેની સાળી અનુષા દાંડેકરે પણ અલાનાના સંગીત સેરેમનીમાં તેમની સુંદરતાનો પરચો આપ્યો હતો. આ દરમિયાન શિવાની લાઇટ પિંક અને પર્પલ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી.

તો અનુષા પિંક કલરની સાડીમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. અભિનેતા વિદ્યુત જામવાલ પણ બ્લેક પેન્ટ અને શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)