ગ્લેમર ઇન્ડસ્ટ્રી છોડી સુરતના મૌલવી સાથે નિકાહ કરનારી સના ખાન હવે છે પ્રેગ્નેટ ! આ જ વર્ષે કરશે બાળકનું આ દુનિયામાં સ્વાગત

ખુશખબરી: ધર્મના રસ્તા પર ચાલી રહેલી સના ખાને કર્યુ પ્રેગ્નેંસીનું એલાન, 34 વર્ષની ઉંમરે મોમ બનવા જઈ રહી છે, જુઓ PHOTOS

બોલિવુડને હંમેશા માટે અલવિદા કહી ચૂકેલી બિગબોસ કંટેસ્ટેંટ અને પૂર્વ અભિનેત્રી સના ખાને કેટલાક વર્ષો પહેલા જ એલાન કર્યુ હતુ કે તે અલ્લાહના રસ્તા પર ચાલવા માટે શોબિઝની દુનિયા છોડી રહી છે. તે બાદ અભિનેત્રીએ ગુપચુપ રીતે મુફ્તી અનસ સૈયદ સાથે નિકાહ કરી લીધા હતા અને પછી સોશિયલ મીડિયા પર પોતાના નિકાહનું એલાન કર્યુ હતુ. ત્યારે હવે લગ્નના અઢી વર્ષ બાદ સના ખાન માં બનવા જઇ રહી છે.

સના ખાન અને તેના શૌહર મુફ્તી અનસ સૈયદે ચાહકો સાથે ગુડ ન્યુઝ શેર કરી છે. એક ઇન્ટરવ્યુમાં કપલે આ ગુડ ન્યુઝનો ખુલાસો કર્યો અને કહ્યુ કે તેઓ જલ્દી જ પેરેન્ટ્સ બનવાના છે. પૂર્વ અભિનેત્રી અને તેના મૌલવી શૌહરે આ ગુડ ન્યુઝને કન્ફર્મ કરતા જણાવ્યુ કે બંને આ જ વર્ષે પેરેન્ટ્સ બનવાના છે. આ પહેલા સનાએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ ખુશખબરી ઇશારામાં શેર કરી હતી. તેણે પતિ અનસ સાથે ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યુ હતુ કે, અલ્હમ્દુલિલ્લાહ, આજે અમે ઘણા ખુશ છીએ,

આ ઉમરા કોઇ કારણથી અમારા માટે ઘણો ખાસ છે. ઇંશાઅલ્લાહ જલ્દી જ અમે બધા સાથે શેર કરીશું, બસ અલ્લાહ તેને સરળ બનાવે. સના ખાનની આ પોસ્ટ જોયા બાદ ચાહકોએ આ વાતનો અંદાજ લગાવવાનો શરૂ કરી દીધો હતો કે અભિનેત્રી પ્રેગ્નેટ છે. જણાવી દઇએ કે, સના ખાને મુફ્તી અનસ સૈયદ સાથે 20 નવેમ્બર 2020માં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. અભિનેત્રીના શૌહર ગુજરાતના સુરતના રહેવાસી છે. કેટલાક સમય પહેલા જ સનાએ તેના ફેમીલી પ્લાનિંગને લઇને વાત કરી હતી અને તેણે હવે ચાહકો સાથે ગુડ ન્યુઝ પણ શેર કરી છે.

સના ખાન નિકાહ બાદ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની અને તેના શૌહર સાથેની ઘણી તસવીરો શેર કરતી રહે છે. સના અવાર નવાર તેના અંગત જીવનની ઝલક પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, સના ખાનનું 2019માં દિલ તૂટ્યુ હતુ, તે બાદ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુડ બાય કહી ધર્મનો રસ્તો અપનાવ્યો અને પછી ઇસ્લામના હિસાબથી પોતાનું જીવન ગુજારવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન તેણે મુફ્તી સૈયદ સાથે નિકાહ કરી લીધા.

Shah Jina