કઝિન અલાનાના લગ્નમાં અનન્યા પાંડેએ કર્યો પપ્પા ચંકી પાંડે સાથે જબરદસ્ત ડાંસ, ‘સાત સમંદર પાર…’ ગીત પર લગાવ્યા એવા ઠુમકા કે…જુઓ વીડિયો

બહેન અલાનાના લગ્નમાં અનન્યા પાંડેએ કર્યો ડાંસ : ભાઇ અને પપ્પા ચંકી પાંડે સાથે ‘સાત સમંદર પાર…’ ગીત પર લગાવ્યા એવા ઠુમકા કે બધા જોતા જ રહી ગયા

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવુડ ડેબ્યુ કરનારી અનન્યા પાંડે આ દિવસોમાં તેની કઝિન અલાના પાંડેના લગ્નમાં વ્યસ્ત છે. હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીમાં અનન્યાએ ગજબ કહેર વરસાવ્યો હતો. બધા ફંક્શનની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા, જે ઘણા વયારલ પણ થયા હતા.

મુંબઇમાં અલાના પાંડેએ તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ અને મંગેતર તેમજ અમેરિકન ફિલ્મમેકર આઇવર મેક્રી સાથે સાત ફેરા લીધા.બંનેએ લગ્નના બધા ફંક્શનમાં ટ્વિનિંગ કરી હેડલાઇન્સ મેળવી હતી. બંને લગ્નમાં વ્હાઇટ અટાયરમાં જામી રહ્યા હતા. ફેરા દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ત્યારે હાલમાં અનન્યા પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ હેડલાઇન્સ મેળવી રહ્યો છે. જેમાં પહેલા તે તેના ભાઇ અહાન પાંડે સાથે અને પછી પપ્પા ચંકી પાંડે સાથે જોરદાર ડાંસ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં અનન્યા ‘સાત સમંદર પાર…’ ગીત પર અહાન અને સાથે થિરકી રહી છે.બંનેનો જોશ ભરેલો આ વીડિયો જોઇ બધા હેરાન રહી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by FASHION HARMONIZE (@the.harmonize)

જેટલી તેજ અભિનેત્રીની કમર મટકી રહી છે, તેટલી જ તેજથી ભાઇ પણ બીટ સાથે ઝૂમી રહ્યો છે. તે બાદ અનન્યાના પિતા ચંકી પાંડેની એન્ટ્રી થાય છે. ડાંસ ફ્લોર પર બાપ-બેટી મળી ખૂબ ધમાલ મચાવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tanya Ghavri (@tanghavri)

એક યુઝરે લખ્યુ- એક નંબર, પપ્પા સુપર્બ હીરો છે. તો એકે લખ્યુ- ક્યુટ. બીજા એકે લખ્યુ- અનન્યાએ કમાલ કરી દીધુ. જો કે, એકે તો કમેન્ટમાં એવો સવાલ કર્યો કે- શું આ આર્યન ખાન છે. ચાહકો વીડિયોના કમેન્ટ સેક્શનમાં અનન્યાની ઘણી પ્રશંશા કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, અલાના પાંડે ચંકી પાંડેના ભાઇ ચિક્કી પાંડે અને તેમની પત્ની ડિયાના પાંડેની દીકરી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Adorer (@bolly_adorer)

અલાના એક મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. અલાનાએ વર્ષ 2021માં તેના બોયફ્રેન્ડ આઇવર સાથે સગાઇ કરી હતી. આઇવર અને અલાના બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે ફાઇનલી તેઓ લગ્નના બંધનમાં બંધાઇ ગયા. તેમની એક યુટયૂબ ચેનલ પણ છે અને તે લોસ એંજિલસ, યુએસએમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ત્યાં અનન્યાની વાત કરીએ તો તે જલ્દી જ વિક્રમાદિત્ય મોટવાનેની સાઇબર ક્રાઇમ થ્રિલરમાં જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ પણ છે. આ સાથે જ તે આયુષ્માન ખુરાના સાથે કોમેડી ફિલ્મ ડ઼્રીમ ગર્લ 2માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

Shah Jina