વેડિંગ રિસેપ્શનમાં સ્વરા ભાસ્કરે દુલ્હે મિયાં ફહાદ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ, રાહુલ ગાંધીથી દિલ્લીના CM કેજરીવાલ સુધી અનેક આવ્યા નજર, જુઓ વિડીયો
છેલ્લા મહિને બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સોશિયલ એક્ટિવિસ્ટ ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજનું એનાઉન્સમેન્ટ કરી બધાને ચોંકાવી દીધા હતા. તે બાદ કપલે હાલમાં જ દિલ્લીમાં પૂરા રીતિ રિવાજ સાથે ટ્રેડિશનલ વેડિંગ કર્યા છે. કપલની પ્રી વેડિંગ સેરેમની જેમ કે હલ્દી, મહેંદી અને સંગીતની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ બધા વચ્ચે હાલમાં જ ગઇકાલે એટલે કે 16 માર્ચના રોજ સ્વરા અને ફહાદનું વેડિંગ રિસેપ્શન દિલ્લીમાં યોજાયુ હતુ. સ્વરા અને ફહાદના લગ્નના ગ્રેન્ડ રિસેપ્શનમાં એન્ટરટેઇનમેન્ટથી લઇને પોલિટિકલ જગતની ઘણી હસ્તિઓ પહોંચી હતી.
ન્યુલી વેડ કપલની ખુશીઓમાં સામેલ થવા માટે કોંગ્રેસ નેતા રાહુલગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા અને બોલિવુડ અભિનેત્રી જયા બચ્ચન તેમજ દિલ્લીના CM કેજરીવાલ, કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી જેવા અનેક રાજનેતા પહોંચ્યા હતા. ત્યાં સ્વરા ભાસ્કર અને ફહાદે રિસેપ્શન પહેલા પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. સ્વરા ગોલ્ડન એમ્બ્રોડરીવાળા પિંક અને રેડના કોમ્બિનેશનવાળા લહેંગામાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી.
ત્યાં ફહાદે રિસેપ્શન માટે આઇવરી એન્ડ ગોલ્ડન કોમ્બિનેશનવાળી શેરવાણી પહેરી હતી. સ્વરાએ એક સ્ટેટમેંટ નેકલેસ સાથે મેચિંગ ઇયરિંગ્સ અને માંગ ટીકો તેમજ બંગડી અને એક મોટી રિંગ સાથે પોતાનો લુક કંપલીટ કર્યો હતો. આ પહેલા સ્વરાએ કવ્વાલી નાઈટની સુંદર તસવીરો શેર કરી હતી. આ દરમિયાન કપલ ટ્રેડિશનલ આઉટફિટમાં એકદમ રોયલ લાગતું હતું. ચાહકોને પણ આ જોડીની કેમેસ્ટ્રી પસંદ આવી અને તેમણે કોમેન્ટ સેક્શનમાં કપલ પર પ્રેમ વરસાવ્યો. સ્વરા અને ફહાદની કવ્વાલી નાઇટમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ જોવા મળ્યા હતા.
અખિલેશ યાદવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીરો શેર કરીને કપલને અભિનંદન પાઠવ્યા છે. અખિલેશ યાદવની સાથે માકપા નેતા સીતારામ યેચુરી પણ જોવા મળ્યા હતા. આ સિવાય સ્વરા ભાસ્કર અને ફહાદના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી. સ્વરાએ ફહાદ સાથે તેની હલ્દી સેરેમનીમાં ખૂબ જ મજા કરી હતી અને આ હલ્દી સેરેમનીમાં હોળી પાર્ટી પણ કરી હતી. મહેંદી સેરેમની દરમિયાન, કપલે હાથ પર એકબીજાનું નામ પણ લખાવ્યુ હતું.
સ્વરા-ફહાદના વેડિંગ રિસેપ્શનમાં રાહુલ ગાંધીની એન્ટ્રીનો વીડિયો પેપરાજી વિરલ ભયાણીએ ઇન્સ્ટા પર શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધી સ્વરાના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપતા અને કપલ સાથે વાત કરતા જોઇ શકાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રાહુલ સંપૂર્ણ સુરક્ષા સાથે પહોંચે છે અને પછી સ્ટેજ પર જાય છે. રાહુલ કપલ સાથે માત્ર ફોટા જ નથી ક્લિક કરાવતા પણ વાતચીત પણ કરે છે.
જો કે, રિસેપ્શનમાં રાહુલ ગાંધીના આવવાને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ સ્વરાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘ટુકડે ટુકડે ગેંગના લોકો આવ્યા છે.’ જ્યારે બીજાએ લખ્યું- ‘આ શાહીનબાગ અને JNU માટે તેમનું સમર્થન દર્શાવે છે.’ આ વીડિયો પર આવી અનેક કોમેન્ટ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, વેડિંગ રિસેપ્શનમાં લોકોનું ધ્યાન એક વસ્તુ પર ગયુ હતુ અને તે હતુ નવી દુલ્હનનું મંગળસૂત્ર…
સ્વરાનું મંગળસૂત્ર બોલિવૂડની હસીનાઓથી ઘણું અલગ લાગતું હતું. હસીનાએ અનોખી ડિઝાઈન વાળું મંગળસૂત્ર પહેર્યું હતું. જે દક્ષિણ ભારતીય મંગળસૂત્ર હતુ અને થાલી કહેવામાં આવે છે. જેને સોનાની ચેન અથવા પીળા દોરાથી પહેરવામાં આવે છે. આ મંગળસૂત્રને તેલુગુ થાલી ચેઇન ડિઝાઇનમાં સામેલ કરી શકાય છે. જેમાં સોનાની ચેઇન સાથે બે નાના પેન્ડન્ટ ઉમેરવામાં આવ્યા છે અને આ ટ્રેડિશનલ કલેક્શનમાં ઘણી આકર્ષક ડિઝાઇન જોવા મળે છે.
View this post on Instagram