અભિનેત્રી શિવાંગી જોશી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું લોકપ્રિય નામ છે, જે તેની જબરદસ્ત એક્ટિંગ અને ટેલેન્ટ માટે ઓળખાય છે. ડેલી સોપ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાનું પાત્ર નિભાવ્યા બાદ તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. જો કે, શોમાં તેનો ટ્રેક ખત્મ થઇ ગયા બાદ તે ફેમસ સામાજિક સીરીઝ ‘બાલિકા વધુ’ના બીજા સિઝનમાં રણદીપ રાય સાથે નજર આવી રહી હતી. તે ખતરો કે ખિલાડીની 12મી સિઝનમાં પણ જોવા મળી હતી.
ત્યારે હાલમાં જ શિવાંગીએ કેટલાક દિવસ પહેલા તેના નવા શો ‘બેકાબૂ’ની ઘોષણા કરી, જેમાં તે એક ખાસ રોલ પ્લે કરશે. શિવાંગી જોશીના ચાહનારાઓની કમી નથી, શિવાંગીને તેના ચાહકો ખૂબ પ્રેમ કરે છે. શિવાંગી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે. ત્યારે હાલમાં જ અભિનેત્રીએ એક તસવીર શેર કરી, જે બાદ તેના ચાહકો ચિંતામાં મૂકાઇ ગયા છે.
શિવાંગીએ હોસ્પિટલના બેડ પરથી એક ફોટો શેર કરી તેની હેલ્થ અપડેટ આપી છે. અભિનેત્રીએ આ પોસ્ટ શેર કરતા લખ્યુ- બધાને નમસ્કાર, કેટલાક દિવસ ખરાબ રહ્યા, મને કિડનીમાં ઇન્ફેક્શન થઇ હયુ હતુ પણ હું તમને જણાવવા માગુ છુ કે મારા પરિવાર, મિત્રો, ડોક્ટર અને હોસ્પિટલના સહયોગથી સ્ટાફ અને ભગવાનની કૃપાથી હું હવે સારુ મહેસૂસ કરી રહી છું.
આ તમને યાદ અપાવવા માટે પણ છે કે તમારે તમારા શરીર, મગજ અને આત્માનું ધ્યાન રાખવાનું હશે, અને સૌથી જરૂરી એ વાત છે કે છોકરીઓને હાઇડ્રેટેડ રહેવાનું છે. તમને બધાને પ્રેમ અને હું જલ્દી જ એક્શનમાં પરત ફરીશ. ઠીક થઇ રહી છું, ઘણો બધો પ્રેમ. અભિનેત્રીએ જેવી જ આ પોસ્ટ શેર કરી કમેન્ટ સેક્શનમાં ચાહકો અને મિત્રો તેના જલ્દી ઠીક થઇ જવાની કામના કરવા લાગ્યા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે ટીવી રિયાલીટી શો ફીયર ફેક્ટર : ખતરો કે ખિલાડી 12માં નજર આવી હતી. તે ગણા મ્યુઝિક વીડિયોમાં પણ દેખાઇ છે. ત્યારે હાલ તો અભિનેત્રી ફેંટેસી ડ્રામા ‘બેકાબૂ’માં રોલ પ્લે કરી રહી છે. આ શો 18 માર્ચે કલર્સ પર પ્રસારિત થશે.