અધધધધ કરોડના આલીશાન ઘરમાં પરિવાર સાથે રહે છે બોલિવુડના પાવર કપલ અજય દેવગન-કાજોલ…જુઓ અંદરની તસવીરો

શું કાજોલ અને અજય દેવગનના ઘરનું નામ જાણો છો તમે ? મુંબઇના આ આલીશાન બંગલામાં રહે છે પૂરો પરિવાર

અજય દેવગન અને કાજોલ બોલિવૂડના સૌથી પાવર કપલ અને સૌથી વધારે પસંદ કરનારા કપલ્સમાંથી એક છે. જ્યાં એક તરફ અજય દેવગન પોતાનો ગંભીર લુક રાખે છે તો બીજી તરફ કાજોલ એકદમ ખુશખુશાલ અને બબલી સ્ટાઇલમાં લોકોનું દિલ જીતતી રહે છે. બંને એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે, કદાચ આ જ તેમના સુખી સંબંધોનું રહસ્ય છે.

કાજોલ અને અજયનું કલ્ચર પણ અલગ છે. કાજોલ બંગાળી છે અને અજય પંજાબી છે, બંનેમાં એક વાત કોમન છે કે બંને ખાવાના શોખીન છે. જણાવી દઇએ કે, કાજોલ અને અજય મુંબઈના પોશ વિસ્તારમાં રહે છે. અમિતાભ બચ્ચન, હ્રતિક રોશન અને અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારો તેના પાડોશી છે. આ આલીશાન ઘરનું નામ તેમણે ‘શિવ શક્તિ’ રાખ્યું છે.

આ ઘરની સીડીઓ ઘણી ખાસ છે, જેની પાછળ ફ્રોસ્ટેડ કાચ લગાવેલા છે. પહેલા ફ્લોર પર લોબી છે, જેના પર સફેદ માર્બલનું ફ્લોરિંગ, એલિવેટર અને ટૂ સીલિંગ વુડ પેનલ ગ્લાસ વિન્ડો છે, જ્યાંથી રોશની દિવસમાં અંદર આવતી રહે છે. ઘરમાં લાકડાનું પણ ઘણું કામ રાખવામાં આવ્યું છે, જે તમે આ કપલના ઇન્સ્ટાગ્રામની તસવીરોમાં પણ જોઈ શકો છો.

કાજોલના ફોટોશૂટના બેકગ્રાઉન્ડમાં સીડીઓ પણ જોઈ શકાય છે. નોટિસ કરવાવાળી એ વસ્તુ છે કે લાંબી લાઇટ, જે સીલિંગ પર છે. આ સિવાય અંડાકાર બલ્બને પણ સીડીઓની નજીક જોઇ શકાય છે, જે દેખાવા પર પાણીની મોટી બુંદ જેમ દેખાય છે. એક રૂમમાં ડાર્ક બ્રાઉન કલર પેલેટ છે, જે ઘરમાં સુખદાયક પ્રભાવ છોડે છે.

લિવિંગ રૂમની સામેના છેડે અન્ય એક લાઉંજ એરિયા છે, જે ડાઇનિંગ રૂમના રંગોના વિપરીત છે. તેમાં ચમકદાર લાલ ચામડાના સોફા રાખેલા છે. અજય દેવગન પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે અને આ જ કારણે તેણે ઘરમાં ઇન્ડોર જિમ પણ બનાવ્યું છે. આ સિવાય ઘરની બાલ્કની પણ ઘણી મોટી છે. જેમાં અનેક પ્રકારના છોડ ઉગાડવામાં આવ્યા છે.

મીડિયા અહેવાલ અનુસાર, અજય દંવગનના આ આલીશાન ઘરની કિંમત 60 કરોડ રૂપિયા છે. અજય દેવગન છેલ્લા 30 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પ્રભુત્વ ધરાવે છે. અજયે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

બોલિવૂડના સિંઘમ તરીકે જાણીતા અજય દેવગને વર્ષ 1999માં કાજોલ સાથે લવ મેરેજ કર્યા હતા. બંને ફિલ્મ ઇશ્કના શુટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. લગ્ન બાદ હજુ સુધી કાજલ ફિલ્મોમાં સક્રિય છે. કપલને બે બાળકો એક દીકરી અને એક દીકરો છે.

Shah Jina