કચ્છી કોયલ ગીતાબેન રબારીનો ચાહકવર્ગ ખુબ જ વિશાળ છે. તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળે છે અને તેમના ચાહકો તેમના ગીતોની કાગડોળે રાહ પણ જોતા હોય છે. ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ એક જાણીતું નામ બની ગયા છે.
ત્યારે ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અવાર નવાર પ્રવાસો પર પણ જતા હોય છે. તેમના ઘણા કર્યક્રમોમાં તેમના ભરથાર પણ તેમની સાથે જ જોવા મળતા હોય છે. ત્યારે આ કપલ ચાહકોની વચ્ચે હંમેશા છવાયેલું પણ રહેતું હોય છે અને તે તેમના જીવન વિશેની અપડેટ તેમના સોશિયલ મીડિયામાં પણ શેર કરે છે.
ત્યારે હાલમાં જ ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે હરિના દ્વાર હરિદ્વારમાં પહોંચ્યા છે. જ્યાંથી તેમને ઘણી બધી તસવીરો અને વીડિયો પણ શેર કર્યો છે. જેને હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. હરિદ્વારમાં તેમણે માં ગંગાની દિવ્ય મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો.
ગીતાબેને પતિ પૃથ્વી રબારી સાથેની તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું હતું, “હરિનું દ્વાર હોય કે પછી હરિદ્વાર હોય, બંને જગ્યાએ ભાગ્યશાળી માણસો જ પહોંચે છે. સનાતન ધર્મના સૌથી પવિત્ર ધર્મસ્થળ હરિદ્વારમાં હર કી પૌડીમાં મા ગંગાની દિવ્ય મહાઆરતી કરવાનો અવસર પ્રાપ્ત થયો અને ઘણી જ પ્રસન્નતા થઇ.”
આ ઉપરાંત ગીતાબેને એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે માં ગંગાની આરતીમાં સહભાગી થતા જોવા મળી રહ્યા છે. સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગીતાબેન અને તેમના ભરથાર પૃથ્વી રબારી બંને ગંગાના ઘાટ પર બેઠા છે અને મા ગંગાની દિવ્ય મહાઆરતી ચાલી રહી છે. ગીતાબેન અને પૃથ્વી રબારી બંને ભક્તિ ભાવમાં લિન જોવા મળે છે.
View this post on Instagram
તો ગીતાબેન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં આ કપલ ગંગા ઘાટ પર ઉભેલું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેમણે ગંગા આરતીની પણ ઘણી બધી તસવીરો શેર કરી છે. આ તસવીરો અને વીડિયો પર હવે ચાહકો ભરપૂર કોમેન્ટ કરતા “હર હર મહાદેવ” અને “હર હર ગેંગે” કહી રહ્યા છે.