રાજલ બારોટે પરિવાર સાથે લીધી કિંજલ દવેની મુલાકાત, તસવીરોમાં જોવા મળ્યો બે મિત્રો વચ્ચેનો ગાઢ પ્રેમ, જુઓ

સગાઈ તૂટવાના ખરાબ સમયમાંથી બહાર આવીને રાજલ બારોટ પહોંચી કિંજલ દવેના ઘરે, ખુબ મોજ કરી દોસ્ત સાથે, જુઓ બધા ફોટો

ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા અને કોકિલકંઠી કિંજલ દવે હાલમાં તેની સગાઈ તૂટવાના કારણે સતત ચર્ચામાં છે. કિંજલ દવેની સગાઇ પાંચેક વર્ષ પહેલા તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે સાટા પદ્ધતિ દ્વારા થઇ હતી. આ પદ્ધતિ અનુસાર કિંજલ દવેના ભાઈ આકાશની સગાઈ પવન જોશીની બહેન સાથે નક્કી થઇ હતી.

જો કે, કેટલાક દિવસ પહેલા જ એવી ખબર આવી કે પવન જોશીની બહેને બીજા કોઇ છોકરા સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ અને પવનની સગાઈ પણ તૂટી ગઇ છે. જોકે, આ અંગે કિંજલે કોઇ સત્તાવાર રીતે નિવેદન આપ્યુ નથી. જો કે, પાંચ વર્ષના પ્રેમને ભૂલી જવો પણ થોડી સરળ હોય છે. હાલમાં જ પ્રખ્યાત સિંગર અને સ્વ મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ પૂરા પરિવાર સાથે કિંજલ દવેના ઘરે પહોંચી હતી.

રાજલ બારોટે આ દરમિયાનની ઘણી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં બંને બહેનપણીઓ એટલે કે રાજલ બારોટ અને કિંજલ દવે એકદમ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. તસવીરોમાં કિંજલ દવે અને રાજલ સાથે બંનેનો પરિવાર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજલ બારોટે આ તસીવરો શેર કરી લોકોને જણાવી દીધુ કે કિંજલ સગાઇ તૂટવાના આઘાતમાંથી બહાર નીકળી રહી છે અને બધું નોર્મલ થઈ રહ્યું છે.

જણાવી દઇએ કે, કિંજલ દવેએ માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર અવાજથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા. કિંજલ દવેનું ફેન ફોલોઈંગ પણ વિશાળ છે અને તે તેના કાર્યક્રમોમાં તેની શાનદાર એન્ટ્રી માટે પણ જાણીતી છે. કિંજલ કોઈપણ કાર્યક્રમમાં એન્ટ્રી માટે હંમેશા લક્ઝુરિયસ કારમાં જ સવાર થાય છે.

તેની એન્ટ્રી ઓડી, બીએમડબલ્યુ અને મોંઘીદાટ કારોમાં જ થાય છે. સગાઇ તૂટ્યા બાદ હાલમાં જ કિંજલ દવે જાહેર ઇવેન્ટમાં જોવા મળી હતી. હાલમાં જ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટી દ્વારા સાયન્સ સીટી ખાતે “ડગ ફ્રી ઇન્ડિયા” કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી શ્રી રવિશંકર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મોટાભાગના કલાકારો પણ જોડાયા હતા, જેમાં કિંજલ દવે, અલ્પા બેન, મલ્હાર સહિત અનેકે હાજરી આપી હતી અને તેમણે યુવાનોને ડગથી દૂર રહેવા માટે ખાસ સંદેશ પણ આપ્યો હતો.

Shah Jina