વધુ એક ગુજરાતી ગાયક પોતાના ઘરે લઇ આવ્યા લાખો રૂપિયાની ચમચમાતી કાર, તસવીરો શેર કરીને વ્યક્ત કરી ખુશી, જુઓ

મોજ તો ગુજરાતી સિંગરની હો… વધુ એક ગાયકે ખરીદી લાખો રૂપિયાની આ લક્ઝુરિયસ કાર, તસવીરો થઇ વાયરલ

ગુજરાતની ધરતી પર ઘણા બધા ગાયકો થઇ ગયા છે, જેમણે પોતાના જાદુઈ અવાજથી લોકો વચ્ચે આગવું નામ બનાવ્યું છે. ઘણા ગાયકોએ તો બોલીવુડ અને દેશ વિદેશમાં પોતાના નામનો ડંકો પણ વગાડી દીધો છે. ત્યારે એવા ઘણા બધા ગુજરાતી ગાયકો આજે લક્ઝુરિયસ લાઈફ પણ જીવે છે.

આ ગાયકો આલીશાન ઘરમાં રહે છે અને પોતાના માટે લક્ઝુરિયસ કાર પણ ખરીદતા હોય છે. જેની ખુશી તેઓ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને વ્યક્ત કરતા હોય છે, ત્યારે આવા જ એક ગાયક દેવ ભટ્ટે પણ પોતાના માટે એક લક્ઝુરિયસ કાર ખરીદી છે અને સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે તેની ખુશી પણ વ્યક્ત કરી છે.

ગાયક દેવ ભટ્ટ ગુજરાતનું એક ખુબ જ જાણીતું નામ છે. તેમના ગીતોની પણ ચાહકો કાગડોળે રાહ જોતા હોય છે અને દેવ ગરબામાં પણ અવાર નવાર રમઝટ બોલાવતા હોય છે. ત્યારે હાલ તેમણે તેમના સોશિયલ મીડિયામાં પોતાની નવી કારની તસવીરો શેર કરી છે જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

દેવ ભટ્ટે પોતાના માટે ટોયોટા કંપનીની ઇનોવા હાઈ ક્રોસ કાર ખરીદી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન તે કાર સાથે પોતાના પરિવાર સાથે ઉભા રહીને કેમેરા સામે પોઝ પણ આપતા જોવા મળી રહ્યા છે.

દેવ ભટ્ટ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણા લોકો તેમને આ નવી કાર ખરીદવા માટેની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. દેવ ભટ્ટે ઘણા બધા ગુજરાતી ગીતોમાં પોતાનો આવાજ આપ્યો છે અને તેના દ્વારા જ તે ગુજરાતનું ખુબ જ મોટું નામ પણ બની ગયા છે.

સ્ટેજ પ્રોગ્રામમાં પણ દેવ ભટ્ટની માંગ ખુબ જ હોય છે. તેમના સ્ટેજ શોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઊમટતુ હોય છે. નવરાત્રીના સમયમાં પણ તેમના બુકીંગ ફૂલ હોય છે અને ગરબા રસિકોને તે પોતાના ગીતો દ્વારા ઝુમતા પણ કરી દેતા હોય છે. ત્યારે હાલ તે પોતાની નવી કારને લઈને ચર્ચામાં આવ્યા છે.

વાત કરીએ દેવ ભટ્ટ દ્વારા ખરીદવામાં આવેલી ઇનોવા હાઈ ક્રોસ કાર વિશે તો આ કારની ઓનલાઇન વેબસાઈટ અનુસાર એક્સ શો રૂમ કિંમત 18.55 લાખથી લઈને 29.72 લાખ સુધીની છે. દેવ ભટ્ટે ક્યુ મોડલ ખરીદ્યું તેના વિશેની હજુ કોઈ જાણકારી સામે નથી આવી. પરંતુ તસ્વીરોમાં આ કર ડાર્ક બ્લુ રંગની જોવા મળી રહી છે.

Niraj Patel