જેના ડાયરામાં લાખો રૂપિયાનો અને ડોલરનો વરસાદ થાય છે એવા કિર્તીદાન ગઢવીએ પોતાના નવા અને આલીશાન ઘરમાં કર્યો ગૃહ પ્રવેશ… પૂજાનો વીડિયો થયો વાયરલ.. જુઓ
ગુજરાતી કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ઘણા બધા ગુજરાતી ગાયક કલાકારો તેમના ગીતોને લઈને તો ઘણીવાર તેમના અંગત જીવનને લઈને ચાહકો વચ્ચે છવાયેલા રહેતા હોય છે. એવા જ એક કલાકાર છે કિર્તીદાન ગઢવી. જેમનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ છે.
કિર્તીદાનને ડાયરા સમ્રાટ પણ કહેવામાં આવે છે. તેમના ડાયરાની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે અને જયારે કિર્તીદાન ડાયરાના સુર છેડે ત્યારે તેમના પર ચલણી નોટોનો વરસાદ પણ કરતા હોય છે. કિર્તીદાન માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ડાયરા કરે છે અને ત્યાં પણ તેમનો ચાહકવર્ગ તેમના ડાયરાને નિહાળવા પહોંચી જતો હોય છે.
ચાહકો કિર્તીદાનના સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાયેલા રહે છે અને કિર્તીદાન પણ તેમના ચાહકોને ક્યારેય નિરાશ નથી કરતા. તેમના અંગત જીવન હોય કે કાર્યક્રમો હોય, તેની ઝાંખી તે સોશિયલ મીડિયામાં બતાવતા રહે છે. ત્યારે હાલમાં જ કિર્તીદાને પોતાના ચાહકો સાથે એક ખુશખબરી પણ શેર કરી છે.
કિર્તીદાન ગઢવીએ પોતાના માટે એક નવું આલીશાન ઘર ખરીદ્યુ છે. જેની પૂજા કરતા દરમિયાનનો એક વીડિયો તેમને શેર કર્યો છે. સામે આવેલા વીડિયોમાં કિર્તીદાન તેમની પત્ની સાથે બેસીને પૂજા કરી રહ્યા છે અને બ્રાહ્મણો પણ મંત્રોચાર કરતા જોવા મળી રહ્યા છે અને કિર્તીદાન યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે.
કિર્તીદાનના નવા ઘરના ગૃહ પ્રવેશમાં કથાકાર જીગ્નેશ દાદાએ પણ હાજરી આપી હતી. જેની ઝલક વીડિયોમાં પણ જોઈ શકાય છે. આ ઉપરાંત કિર્તીદાને પોતાની સ્ટોરીમાં પણ એક તસવીર શેર કરી છે જેમાં તે જીગ્નેશ દાદાના આશીર્વાદ લેતા પણ જોવા મળી રહ્યા છે. નવા ઘરમાં ગૃહ પ્રવેશની પૂજાનો વીડિયો કિર્તીદાન ગઢવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વીડિયો શેર કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “નવા ઘરમાં મંગળ પ્રવેશ !”. તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીએ થોડા સમય પહેલા જ એક લઝકઝુરિયસ કાર પણ ખરીદી હતી. કિર્તીદાન ગઢવીએ તેમના જન્મ દિવસ નિમિત્તે ટોયોટા કંપનીની એક લક્ઝુરિયસ મોડેલ ટોયોટા વેલફાયર ખરીદી હતી.
View this post on Instagram
આ કારની એક્સ શો રૂમ કિંમત ઓનલાઈન વેબસાઈટ અનુસાર 89.90 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી હતી, સાથે જ આ કાર ઓન રોડ પ્રાઈઝ જોવા જઈએ તો 1 કરોડ ઉપર થઇ જાય. દેખાવમાં પણ આ કાર ખૂબ જ શાનદાર છે તો તેના ફીચર્સ પણ લાજવાબ છે. કીર્તિદાન ગઢવીની આ કારનો રંગ સફેદ લીધો હતો.