જ્યોતિષ શાસ્ત્ર

આ અઠવાડિયા દરમિયાન તમારી રાશિમાં થઇ રહ્યા છે આ મોટા બદલાવ, જુઓ સાપ્તાહિક રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ અઠવાડિયે પ્રેમ સંબંધોમાં રોમાંસ વધશે. અઠવાડિયાના અંતમાં શુભ સંયોગ બનશે.
અઠવાડિયાની શરૂઆતમાં જ લવ લાઇફમાં સકારાત્મક સમાચાર મળશે. પ્રેમ સંબંધ ગાઢ બનશે. સંબંધમાં સુખ અને શાંતિ મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
અઠવાડિયાની શરૂઆતમાં પોતાની લવલાઈફને લઈને મનમાં શંકા આવશે. કોઈ વાતને લઈને દિલ ઉદાસ થઇ શકે છે. જો કે આ સમય પણ ક્ષણિક જ છે, સપ્તાહના અંત સુધીમાં આપસમાં પ્રેમ વધશે અને લવલાઇફમાં શુભ સંયોગ બનશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
પ્રેમ સંબંધોમાં શાંતિ અને પરસ્પર પ્રેમ વધશે. આ અઠવાડિયે તમારા જીવનસાથી દ્વારા ઘણું એટેંશન પણ મળશે. અઠવાડિયાના અંતે પણ એકબીજાના સંબંધમાં પરસ્પર પ્રેમ અને સુમેળ વધશે અને સુખ-શાંતિ વધશે.

4. કર્ક – ડ, હ (Cancer):
અઠવાડિયાની શરૂઆતમાં પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે અને આ મામલે તમને કોઈ માતૃતુલ્ય મહિલાનો આશીર્વાદ પણ મળી શકે છે.  સારી વાત એ થશે કે આ અઠવાડિયે તમે જેને પ્રેમ કરો છો એને પોતાના દિલની વાત કહી દેશો. અઠવાડિયાના અંતમાં એકલાપણુ લાગશે અને કોઈ વાતને લઈને મન વ્યથિત રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારી લવ લાઈફને લઇને ચિંતિત થઈ શકો છો અને તમારું મન અસ્વસ્થ થઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે તમારા સાથી તમારી ઈચ્છા મુજબ બદલાવ ન લાવી શકે. અઠવાડિયાના અંતમાં સમય રોમેન્ટિક બની જશે અને તમે શાંતિ અનુભવશો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
પ્રેમ સંબંધો રોમેન્ટિક રહેશે અને જીવનમાં ખુશીઓ આવશે. આ અઠવાડિયું લવલાઇફમાં પ્રેમ લાવશે અને તમને માનસિક શાંતિ મળશે. અઠવાડિયાના અંતે, કોઈ સ્ત્રી મિત્ર તમારા પ્રેમ સંબંધને મજબૂત બનાવવા માટે આગળ વધીને પણ તમારી મદદ કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra):
પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે હળવા અને શાંત સમય વિતાવવાનું મન બનાવશો. અઠવાડિયાના અંતમાં એક નવો અભિગમ તમારી લવ લાઇફમાં ઘણાં પરિવર્તન લાવી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે અને આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં ઘણા સકારાત્મક પરિવર્તન લાવશે.  મે તમારા પ્રેમ સંબંધોને લગ્ન જીવનમાં બદલવાનું પણ વિચારી શકો છો.  ફોન  પર વાત કરવાથી તમારું મન પણ શાંત થશે. તઅઠવાડિયાના અંતમાં તમારા દ્વારા સતત પ્રયત્નો કરવાથી તમારી લવ લાઇફમાં ખુશી મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ અઠવાડિયે લવલાઈફ થોડી ઉપર-નીચે રહેશે. પણ ધીરે-ધીરે સ્થિતિ તમારા હકમાં પણ બની શકે છે.  દરેક સંબંધ દિલની નજીક નથી હોતો તો જે સંબંધ પોતાના છે તેને સાચવવા માટે ઘણીવાર જાતે પણ પ્રયાસો કરવા પડે છે. ધ્યાન રાખો કે સંબંધોમાં વાદ-વિવાદથી બચવું.

10. મકર – જ, ખ (Capricorn):
આ અઠવાડિયે પ્રેમ સંબંધમાં સ્થિરતા આવવાની સ્થિતિ બની શકે છે.  આ અઠવાડિયામાં લવલાઈફ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.  પોતાના સાથી દ્વારા કરવામાં આવેલા વાયદાઓ આ સમયે પુરા નહિ થાય. અઠવાડિયાના અંતમાં ખુશીઓ પછી આવશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
પોતાની લવલાઇફમાં વધુ પઝેસિવ હોવાના કારણે માનસિક ત્રાસ તમને જ થશે, થોડી અભિવ્યક્તિની આઝાદી પોતાના સાથીને પણ આપવાની કોશિશ કરો. અઠવાડિયાના અંતમાં તમને વધારે શાંતિની આશા રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
અઠવાડિયાની શરૂઆતમાં લવલાઇફમાં બદલાવ આવશે, જે તમારા માટે સુખદ હશે.   બની શકે કે તમે પહેલા નાના-મોટા ઝઘડા કરતા હોવ પણ એકબીજાને એમની સ્પેસ આપશે. એકબીજામાં સમજદારી વધશે. એકબીજાની વાત પણ સાંભળશો.

સાપ્તાહિક રાશિફળ: (5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ? કોના ગ્રહ થશે ઉથલ પાથલ? વાંચો