ખબર

સાપ્તાહિક રાશિફળ: 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર, જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ?

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોએ આ અઠવાડિયામાં નસીબ અથવા બીજાના વિશ્વાસ પર ના રહો. તમારી સમસ્યાઓનું નિરાકરણ જાતે શોધી કાઢો. 31 ઓક્ટોબર પછી ધંધા સાથે સંકળાયેલા લોકોને ધારણા મુજબ લાભ થશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને રોજગારની તકો મળશે. તમને સ્પર્ધામાં સફળતા મળશે. પ્રેમ સંબંધો મજબુત બનશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. અઠવાડિયાના અંતમાં તમારી પત્નીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ અઠવાડિયે આ રાશિના જાતકોને અચાનક મૂંઝવણમાં આવશે. આખા અઠવાડિયામાં તમારી રુચિઓની અવગણના ન કરો. સપ્તાહની શરૂઆતમાં વેપારીઓ માટે આર્થિક મુશ્કેલી રહેશે. શેરબજાર, કમિશન વગેરેથી સંબંધિત કામ કરનાર લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 30 ઓક્ટોબરે અપેક્ષા મુજબ કોઈ કામગીરી થશે નહીં. લોકોને પૂરો સહયોગ મળશે નહીં. પ્રેમ સંબંધો અને પારિવારિક બાબતોમાં ભાવનાત્મકતામાં કોઈ પગલું ભરશો નહીં.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોને આ અઠવાડીયુ મધ્યમ પરિણામો આપશે. સપ્તાહની શરૂઆતમાં ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપો. કૌટુંબિક સમસ્યાઓના સમાધાન કરતા સમયે વડીલોની લાગણીની વિશેષ કાળજી લો. ધંધામાં સમજી-વિચારીને પૈસા લગાવો. કર્મચારી વ્યસ્ત રહેશે. મોટાભાગના વિદ્યાર્થીઓ અને યુવાનો આનંદમાં સમય પસાર કરશે. મિત્રની સહાયથી લવ લાઇફમાં સફળતા મળશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોને આ અઠવાડિયે વ્યવસાય અને કારકિર્દી યોજના મુજબ કામ કરતા સફળતા મળશે. મહિલાઓ માટે સમય ઉત્તમ છે. ધંધાકીય લોકોને સપ્તાહના અંતમાં અપેક્ષા કરતા વધુ લાભ થવાની અપેક્ષા છે. 30 ઓક્ટોબરે કોઈ બાબતે થોડી પરેશાની થઈ શકે છે. આ સમય દરમિયાન, જેઓ વાહનો, કપડાં અને સોના-ચાંદીમાં કામ કરે છે તેઓને અપેક્ષા મુજબનો લાભ મળશે નહીં તેથી મન ઉદાસ રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોએ આ અઠવાડિયે તેનો અહમ સાઈડમાં રાખીને કામ કરવાથી સફળતાની સંભાવના રહેશે. મિત્રો અને પરિવારજનો સાથે હળીમળીને કામ કરવાથી લાભ મળશે. યુવાનો અને બેરોજગાર લોકોને રોજગારી મળશે. આ અઠવાડિયા દરમિયાન તમારા દ્વારા કરવામાં આવેલા કામમાં ભવિષ્યમાં સારા પરિણામ મળશે. પૈસાને લઈને પુરી સાવચેતી રાખો. મહિલાઓનો વધુ પડતો સમય ધાર્મિક કામમાં વીતશે.
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ અને લાભકારક સાબિત થશે. ધંધામાં અપેક્ષા કરતા વધારે ફાયદો થશે. કરિયર સંબંધિત ચિંતા દૂર કારણે થવાને તમારું મન પ્રસન્ન રહેશે. સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. પરંતુ 29 ઓક્ટોબર પછી તમારે સાવધ રહેવાની જરૂર રહેશે. આ સમય દરમિયાન તમને લોકો તરફથી વધુ ખાતરી અને ઓછી મદદ મળશે. પારિવારિક સમસ્યાઓના કારણે મન અસ્વસ્થ રહેશે.
7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો પર ધનની દેવી લક્ષ્મી પુરી રીતે મહેરબાન રહેશે. કામમાં મળેલી સફળતાને લઈને તમારા ચહેરા પર ખુશી જોવા મળશે. ધાર્મિક-સામાજિક કાર્યમાં રસ વધશે. 27 ઓક્ટોબરનો દિવસ ઘણો વ્યસ્ત રહેશે. આ દરમિયાન સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. આ સાથે જ કોઈ પણ વસ્તુની ખરીદી સમજી-વિચારીને કરો. નોકરી કરતા લોકોને આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે. બેરોજગાર યુવકોને રોજગાર મળશે. પ્રેમી પંખીડા અને દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ અઠવાડિયે આ રાશિના જાતકોએ પોતાનો આળસ છોડીને સમયસર કામ કરવું પડશે, નહીં તો લાભની તકો હાથમાંથી નીકળી શકે છે. કામને લઈને અન્ય પર ભરોસો ન કરો, નહીં તો છેતરપિંડી થઈ શકે છે. વેપારીઓ માટે આ અઠવાડિયું મિશ્ર ફળ છે. જે લોકો જમીન-મિલ્કતના ધંધા સાથે સંકળાયેલ છે તેમને કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધમાં તમારી ભાવનાઓને નિયંત્રિત કરો, નહીં તો વાત બગડી શકે છે. વિદ્યાર્થીઓએ ફક્ત મહેનતથી જ સફળ થાય છે. આ અઠવાડિયામાં તમારા પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ અઠવાડિયે આ રાશિના રાશિના જાતકોને અપેક્ષા કરતા વધુ લાભ મળવાના યોગ છે. ધંધામાં અણધાર્યા લાભથી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની તકો મળશે. 22 ઓક્ટોબર પછી બેરોજગાર યુવાનોને નોકરીની તકો મળશે. કામને લઈને અધિકારીનો સંપૂર્ણ સહયોગ રહેશે. નાના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ છે. વેપારમાં વધારો કરવા માટે આર્થિક સહયોગ મળી શકે છે. પરિવારની મદદથી પ્રેમ સંબંધોને લગ્ન જીવનમાં પરિવર્તિત કરી શકાય છે. અઠવાડિયાના અંતમાં ટૂંકી પરંતુ નફાકારક મુસાફરી થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં કૌટુંબિક સમસ્યાઓના કારણે મન ચિંતિત રહેશે. ધંધાકીય લોકો બજારમાં હરીફાઈનો સામનો કરશે. નોકરી કરતા લોકોને અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. જેઓ દલાલી અથવા એજન્સી માટે કામ કરે છે તેન માટે કેટલી મુશ્કેલી રહેશે. અઠવાડિયાના અંતે લાંબા અંતરની મુસાફરી થઇ શકે છે. મુશ્કેલ સમયમાં તમે તમારા જીવનસાથી સાથે ઉભા રહેવાથી રાહત અનુભવશો.. પ્રેમ સંબંધમાં ગેરસમજો દૂર થશે. ખાવા પીવાનું વિશેષ ધ્યાન રાખવું. પેટને લઈને કોઈ તકલીફ થઇ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોને તેની ક્ષમતા અનુસાર તેની યોજના પર કામ કરવાનો અવસર મળશે. જુના ચાલી રહેલા વિવાદનું સમાધાન થવાથી મન પ્રસન્ન થશે. વેપારીઓએ તેનું નેટવર્ક વધારવા માટે મોકો મળી શકે છે, નોકરી કરતા લોકોનો સમય મધ્યમ રહેશે. અઠવાડિયાના અંતમાં કોઈ મિત્રની મદદથી લવલાઇફમાં થયેલી અસમજ્ણ દૂર થશે. ઘરમાં કોઈ ધાર્મિક કામ થઇ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોએ આ અઠવાડિયે ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા તકલીફ થઇ શકે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કોઈ સાથે વાતથી વાત બનશે તો કોઈ સાથે વાતથી વાત બગડશે. આ અઠવાડિયા દરમિયાન તમારી વાણી પર નિયંત્રણ રાખો, 27 ઓક્ટોબરના દિવસે કોઈ સાથે ગેરસમજણ થઇ શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોએ ઉઘરાણીમાં મોડું થઇ શકે છે. મહિલાઓને હાડકા સંબંધિત તકલીફ થઇ શકે છે.