સાપ્તાહિક રાશિફળ: (27 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ? કોના ગ્રહ થશે ઉથલ પાથલ? વાંચો

0
Ads

મેષ

મંગલ ના સ્વામિત્વ વાળી મેષ રાશિ ના જાતકો ના આઠમા, નવમાં, દસમા અને અગિયારમા ભાવ માં આ સપ્તાહ ચંદ્ર નું ગોચર થશે. સપ્તાહ ની શરૂઆત માં જયારે ચંદ્ર તમારા આઠમા ભાવ માં હશે તે સમયે તમને અનિચ્છિત ખર્ચ કરવા પડી શકે છે, આ સમય તમને નાણાકીય બાબતો માં ઘણી સાવચેતી રાખવી હશે નહીંતર નુકસાન થવા ની શક્યતા છે. તે પછી ચંદ્ર નું ગોચર તમારી રાશિ થી નવમાં ભાવ માં થશે, આ ભાવ ને ધર્મ ભાવ પણ કહેવાય છે અને આના થી યાત્રાઓ ના વિશે વિચાર કરાય છે. નવમાં ભાવ માં ચંદ્ર ના ગોચર થી તમારા જીવન માં સુખદ ક્ષણ પણ આવશે. પરિવાર માં કોઈ શુભ કાર્ય થયી શકે છે. આની સાથેજ નોકરિયાત લોકો ને કામ ના સંબંધ માં લાંબા અંતર ની યાત્રા આ દરમિયાન કરવી પડી શકે છે. દસમા ભાવ માં ચંદ્ર ના ગોચર દરમિયાન વ્યવસાય માં સારા ફળ મળશે, તમારા પ્રયાસો થી તમારા ઉચ્ચ પદસ્થ અધિકારી ખુશ થશે. તમને પોતાના પ્રયાસો ને સતત બનાવી રાખવું હશે આના થી તમને ભવિષ્ય માં આવનારી ઘણી મુશ્કેલીઓ થી મુક્તિ મળશે. દસમા ભાવ પછી જયારે ચંદ્ર નું ગોચર તમારા અગિયારમા ભાવ માં થશે તો કાર્યક્ષેત્ર માં પદોન્નતિ મળવા ની શક્યતા છે. જોકે આ સમય તમને લાલચ ની લાગણી ને પોતાના ઉપર ભારે ના થવા દેવું જોઈએ નહીંતર તમારી છવિ ને નકારાત્મક અસર થયી શકે છે.
ઉપાય: સવાર ના સમય મંગલ ગાયત્રી મંત્ર નું જાપ કરો.

વૃષભ
વૃષભ રાશિ ના જાતકો ના જીવન માં આ સપ્તાહ અમુક પડકારો આવી શકે છે. પરિવાર ની સાથે કાર્યક્ષેત્ર માં પણ તમને આ મહિને સાચવી ને ચાલવું પડશે. સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર તમારા સાતમા ભાવ માં ગોચર થશે. સાતમું ભાવ ભાગીદારી અને વિવાહ નું હોય છે. આ ભાવ માં ચંદ્ર ના ગોચર દરમિયાન તમારું જીવન સાથી તમારી જોડે અમુક એવી વસ્તુ ની માંગણી કરી શકે છે, જેને આપવા ની વાત તમે પહેલા કરી હતી પરંતુ અત્યાર સુધી આપી નથી. તેની લાગણીઓ ની કદર કરી તેમની વાત માનવી જોઈએ. ચંદ્ર નું ગોચર જયારે આઠમા ભાવ માં થશે તો સસરા પક્ષ થી અથવા પિતા પક્ષ ના લોકો ની સાથે તમારો ઝગડો થયી શકે છે.

ત્યાંજ તમારા ભાઈ બહેન આ સમય ઈચ્છીત યાત્રા ઉપર જયી શકે છે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા નવમાં ભાવ માં હશે અને તમને શુભ ફળ આપશે. આ સમય તમારા પિતા ને ઉધાર આપેલી રકમ પાછી આવી શકે છે. જો તમારા દાદા દાદી છે તો આ સમય તમે તેમની જોડે સારો સમય પસાર કરી શકો છો. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારા દસમા ભાવ માં ગોચર કરશે. આ ભાવ ને કર્મ ભાવ પણ કહેવાય છે, આ સમય કાર્યક્ષેત્ર માં તમારા સહયોગી તમારા નેતૃત્વ ની ક્ષમતા થી નાખુશ હોઈ શકે છે. આવા માં તમને ઉતાવળ માં કોઈ કામ કરવા થી બચવું જોઈએ અને કઠોર પરિશ્રમ કરી પોતાને સાચું સાબિત કરવા નું પ્રયાસ કરવું જોઈએ..
ઉપાય: સવાર ના સમયે શુક્ર ગાયત્રી મંત્ર નું જાપ કરો.

મિથુન
તમને આ સપ્તાહ ની શરૂઆત માં ખુબ સોચી વિચારી ને ચાલવા ની જરૂર હશે કેમકે આ દરમિયાન ચંદ્ર તમારા છઠ્ઠા ભાવ માં રહેશે. ચંદ્ર આ આ સ્થિતિ બતાવે છે કે કાર્યક્ષેત્ર માં તમારી કોઈ સહકર્મી જોડે બોલાચાલી થયી શકે છે અને આના થી તમારી છવિ પણ ખરાબ થયી શકે છે. તમે કોઈ કાયદાકીય વિવાદ માં પણ સપડાઈ શકો છો, તેથી જેટલું શક્ય હોય આ દરમિયાન પોતાની લાગણીઓ ને નિયંત્રણ માં રાખો. છઠ્ઠા ભાવ પાછી ચંદ્ર જયારે તમારા સાતમા ભાવ માં ગોચર કરશે તો શિક્ષણ ના ક્ષેત્ર માં બાળકો ના ખરાબ પ્રદર્શન ને લીધે તમે ચિંતિત થયી શકો છો. આ સપ્તાહ તમને પોતાના જીવનસાથી નું પૂરું સહયોગ મળશે.

આઠમા ભાવ માં ચંદ્ર ની સ્થિતિ તમારા માટે શુભ સંકેત લયી ને આવશે, જો તમે લોન માટે અરજી આપી હતી તો આ સમયે તે સ્વીકાર થવા ની પુરી શક્યતા છે. આ રાશિ ના વેપારી જાતકો ને પણ આ સમયે વેપાર માં સારો લાભ થયી શકે છે. સપ્તાહ ના અંત માં ચંદ્ર તમારા ધર્મ ભાવ એટલે કે નવમાં ભાવ માં ગોચર કરશે, આવી સ્થિતિઓ માં ચંદ્ર તમારા માટે અમુક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ સમય તમને ભાગ્ય નું સાથ નહિ મળે તેથી તમને સફળતા માટે સખત મહેનત કરવી પડશે.
ઉપાય: સવારે શ્રી બુધ ગાયત્રી મંત્ર નું જાપ કરો.

કર્ક
ચંદ્ર દેવ આ સપ્તાહ તમારા પાંચમા, છઠ્ઠા, સસતમાં અને આઠમા ભાવ માં ગોચર કરશે. સપ્તાહ ની શરૂઆત તમારા માટે અનુકૂળ રહેશે. આ સમય બાળકો શિક્ષણ ના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરશે. સ્કૂલ માં બાળકો નું સારું પ્રદર્શન ઘર ના વાતાવરણ ને પણ સકારાત્મક બનાવશે. ચંદ્ર જયારે છઠ્ઠા ભાવ માં હશે ત્યારે તમને સુખદ યાત્રા કરવા ની તક મળશે. આ સમય તે જાતકો માટે પણ સારો રહેવાવાળો છે જે કોઈ નવી નોકરી શૉધી રહ્યા છે. તેમને આ દરમિયાન નવી નોકરી મળવા ની શક્યતા છે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર દેવ તમારા સાતમા ભાવ માં ગોચર કરશે. આ ઓચર કાળ દરમિયાન તમે જીવનસાથી જોડે સારો સમય પસાર કરી શકશો.

તમારું જીવનસાથી આ સમય પોતાનું નવું વેપાર શરુ કરી શકે છે જેથી તમારા પરિવાર ને ઘણો ફાયદો થશે. સપ્તાહાંત માં ચંદ્રદેવ આઠમા ભાવ માં વિરાજમાન થશે, આ દરમિયાન તમારી માતા ના આરોગ્ય માં સકારાત્મક ફેરફાર જોવા મળશે. તમારી માતા ને આ સમય ઢાલાભ પણ થયી શકે છે. એકંદરે કહેવાય તો કર્ક રાશિ ના જાતકો માટે જાન્યુઆરી મહિના નો આ સપ્તાહ ઘણું શુભ રહેવાવાળો છે.
ઉપાય: સવાર ના સમય ચંદ્ર ગાયત્રી મંત્ર નું જાપ કરો.

સિંહ
તમારા માટે આ સપ્તાહ ની શરૂઆત સુખ ભાવ એટલે કે ચોથા ભાવ માં ચંદ્ર ના ગોચર થી થશે. આના પછી ચંદ્રદેવ તમારા પાંચમા, છઠ્ઠા અને સાતમા ભાવ માં ગોચર કરશે. જોકે સપ્તાહ ની શરૂઆત માં ચંદ્રદેવ તમારા ચોથા ભાવ માં વિરાજમાન થશે તેથી તમારી માતા ને આ દરમિયાન વિશેષ લાભ થશે. જો તમારી માતા જોબ કરે છે તો આ સમય તેમની અવાક માં વધારો થયી શકે છે. ત્યાંજ આ રાશિ ની ગૃહણીઓ ને આ સમય સંબંધીઓ થી ભેંટ મળી શકે છે. આના પછી જયારે ચંદ્રદેવ તમારા પાંચમા ભાવ માં પ્રવેશ કરશે તો આ રાશિ ના નોકરિયાત જાતકો ને શુભ ફળ મળશે.

જે લોકો બહુરાષ્ટ્રીય કંપનીઓ માં કામ કરે છે, તેમનું બોસ તેમને વિદેશ જવા માટે પૂછી શકે છે. કહેવું ખોટું નહિ હોય કે સિંહ રાશિ ના નોકરિયાત જાતકો માટે આ સપ્તાહ ઘણું શુભ રહેશે અને તેમના ઘણા સ્વપ્નો આ સમય પૂર્ણ થશે. છઠ્ઠા ભાવ માં ચંદ્ર ની સ્થિતિ સિંહ રાશિ ના લોકો માટે ઘણી અનુકૂળ નહિ કહેવાય કેમકે આ દરમિયાન તમને પેટ સંબંધી રોગ હોઈ શકે છે. પોતાનું ખ્યાલ રાખો. સપ્તાહ ના અંત માં ચંદ્ર તમારા સાતમા ભાવ માં ગોચર કરશે, તમારા દિમાગ માં આ સમય આ વિચાર આવી શકે છે કે નોકરી ની સાથે કોઈ વેપાર પણ કરવું જોઈએ. ત્યાંજ વેપારી આ સમય નવી ભાગીદારી ના વડે વેપાર માં નફો મેળવી શકે છે.
ઉપાય: સવાર ના સમય સૂર્ય ગાયત્રી મંત્ર નું જાપ કરો.

કન્યા
આ સપ્તાહ મન ના પરિબળ ચંદ્ર નું ગોચર તમારા ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બભાવ માં થશે. સપ્તાહ ની શરૂઆત માં તમને અમુક પડકારો નો સામનો કરવો પડી શકે છે. આવા માં હોઈ શકે છે કે તમે નાણાકીય સંકટ માં હો અને તમારા નાના ભાઈ બહેન તમારા થી આર્થિક મદદ માંગે આવા માં તમે દુવિધા ની સ્થિતિ માં આવી શકો છો. જોકે આવા મા તમને સલાહ આપવા માં આવે છે પોતાના ભાઈ બહેનો ને પોતાની સ્થિતિ ના વિશે જણાવો, તે તમારા હાલત ને સમજશે. સાથેજ તમને પોતાના ગુસ્સા ઉપર પણ નિયંત્રણ રાખવા ની સલાહ આપવા માં આવે છે.

ચોથા ભાવ માં ચંદ્ર ના ગોચર ના લીધે તમારા પિતા ને આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ હોઈ શકે છે. તેમની સાથે સમય પસાર કરો તેમને ધ્યાન કરવા ની સલાહ આપો. આના થી તેમના આરોગ્ય માં સકારાત્મક પરિવર્તન આવશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર ગ્રહ તમારા પાંચમા ભાવ માં ગોચર કરશે, આ ગોર ને લીધે તમે સટ્ટાબાજી અથવા શેરબજાર માં પોતાના પૈસા ગુમાવી શકો છો, આવા કામો થી દૂર રહેવું તમારા માટે સારું રહેશે. સપ્તાહ ના અંત માં ચંદ્ર તમારા છઠ્ઠા ભાવ માં ગોચર કરશે, આ દરમિયાન આરોગ્ય ને લાયી તમારી ચિંતાઓ વધી શકે છે અને પોતાને ફિટ કરવા માટે તમે યોગ અને જિમ જવા નું વિચાર બનાવી શકો છો. આ સમય તમે પોતાના ખોરાક ઉપર વિશેષ ધ્યાન આપશો.
ઉપાય: સવાર ના સમય બુધ ધ્યાન મંત્ર નું જાપ કરો.

તુલા
આ સપ્તાહ ચંદ્ર નું ગોચર તમારા બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ભાવ માં થશે. સપ્તાહ ની શરૂઆત બીજા ભાવ માં ચંદ્ર ના ગોચર થી થશે, કાળ પુરુષ ની કુંડળી માં આ સ્થાન વૃષભ રાશિ નું હોય છે અને આના થી ધન અને તમારા પરિવાર ના વિશે વિચાર કરાય છે. આ ભાવ માં ચંદ્ર ના ગોચર ના લીધે તમારા પારિવારિક ધન ની ખપત થયી શકે છે. પૈસા નું ખર્ચ તમને માનસિક ચિંતાઓ પણ આપી શકે છે. આના પછી ચંદ્રદેવ તમારા ત્રીજા ભાવ માં ગોચર કરશે, આ ભાવ માં ચંદ્ર ના ગોચર દરમિયાન આ સપ્તાહ તમે ઘણું સમય નજીક ની જગ્યાઓ પર ફરવા માં પસાર કરી શકો છો.

આ ફરવું કોઈ કામ ના લીધે હશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્ર નું ગોચર તમારા ચોથા ભાવ માં હશે, આ સમય અમુક અનુકૂળ રહી શકે છે, તુલા રાશિ ના અમુક લોકો આ સમય નવું વાહન અથવા નવું ઘર ખરીદી શકો છો. સપ્તાહ ના અંત માં ચંદ્ર દેવ તમારા પાંચમા ભાવ માં હશે આ ભાવ સંતાન ભાવ પણ કહેવાય છે અને આના થી તમારા શિક્ષણ વિશે પણ માહિતી મળે છે. પાંચમા ભાવ માં ચંદ્ર ની સ્થિતિ આ રાશિ ના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેવાવાળી છે. જો તમે વિદેશ માં જયી શિક્ષા ગ્રહણ કરવા માંગતા હતા તો આ સમય તમારા મન ની ઈચ્છા પુરી થયી શકે છે.
ઉપાય: સવાર ના સમય શ્રી શુક્ર ધ્યાન મંત્ર નું જાપ કરો.

વૃશ્ચિક
આ સપ્તાહ ચંદ્ર ના ગોચર ના લીધે તમારા પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ભાવ સક્રિય અવસ્થા માં રહેશે. સપ્તાહ ની શરૂઆત માં તમને પોતાના આરોગ્ય ને લયીને સાવચેત રહેવું પડશે. જો ઘર ની બહાર રહો છો તો બહાર નું ખાવા થી બચો. આ સમય તમને શરીર ના ઉપરી અંગો માં પરેશાની થવા ની શક્યતા છે. ત્યાંજ સપ્તાહ ની શરૂઆત આના લીધે સારી છે કે સહકર્મીઓ અને મિત્રો થી તમારા સંબંધ આ દરમિયાન સુધરશે. આના પછી ચંદ્ર જયારે તમારા બીજા ભાવ માં જશે તો નાણાકીય રૂપે તમે સુદૃઢ થશો. જો તમે લોન માટે અરજી આપી હતી તો તે મંજુર થયી શકે છે.

તમે નવા પારિવારિક વેપાર માં નિવેશ કરી શકો છો. સપ્તાહ ના મધ્ય માં ચંદ્ર નું ગોચર તમારા ત્રીજા ભાવ માં થશે. આ સમય તે લોકો ને પોતાના ભાઈ બહેનો નું સહયોગ મળશે જે લોકો ખરાબ તબક્કા માં થી પસાર થયી રહ્યા છે. ભાઈ બહેનો ની જોડે સમય પસાર કરી તમે પોતાની મુશ્કેલીઓ થી બહાર આવી જશો. સપ્તાહ ના અંત માં ચંદ્ર તમારા ચોથા ભાવ માં ગોચર કરશે, આ ભાવ માં ચંદ્ર ના ગોચર થી તમારી માતા ને ધન લાભ થવા ની પુરી શક્યતા છે. જોકે તમારા ઘર માં આ સમય અમુક અનિચ્છીત સંબંધી આ સમય આવી શકે છે. જોકે તેમનું આવવું તમને નડશે પરંતુ કઈંક એવું થશે જેથી તમને ખુશી થાય.
ઉપાય: દરરોજ સવારે શ્રી મંગલ ધ્યાન મંત્ર નું જાપ કરો.

ધનુ
આ સપ્તાહ તમારી રાશિ થી બારમા, પહેલા, બીજા અને ત્રીજા ભાવ માં ચંદ્ર નું ગોચર થશે. સપ્તાહ ની શરૂઆત માં જયારે ચંદ્ર બારમા ભાવ માં હશે ત્યારે તમને લાંબા અંતર ની યાત્રાઓ કરવી પડી શકે છે, માત્ર આટલુંજ નહિ પરંતુ જો તમે વિદેશ જવા નું વિચાર બનાવી રહ્યા હતા તો તે પણ આ સમયે પૂરું થયી શકે છે. આની સાથેજ તમને આ સમય પોતાના પૈસા ને નિવેશ કરવા માં સાવચેતી રાખવી જોઈએ. તમારી બેદરકારી તમને મુશ્કેલી માં નાખી શકે છે. બારમા ભાવ ના પછી ચંદ્ર નું ગોચર તમારા પહેલા ભાવ માં થશે, આ ભાવ માં ચંદ્ર ના ગોચર થી તમારી માતા ને ફાયદો થશે, જો તે જોબ કરે છે તો તેમને કોઈ નવું પ્રોજેક્ટ અથવા નવી જોબ મળી શકે છે.

ત્યાંજ જે જાતકો ની માતાઓ ઘર સંભાળે છે તેમના આરોગ્ય માં સકારાત્મક ફેરફાર જોવા મળશે. સપ્તાહ ની વચ્ચે નું ભાગ તમારા માટે ઘણું સારું રહેવાવાળો છે, આ સમય તમારા બાળકો શિક્ષણ ના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરશે અને તેના લીધે તમારું નામ પણ રોશન થશે. ચંદ્ર ના બીજા ભાવ માં ગોચર ના લીધે આ સમય તમારા જીવન સાથી ને તેમના કાર્યક્ષેત્ર માં આકસ્મિક કોઈ જાત ના પરિવર્તન થી પસાર થવું પડી શકે છે. સપ્તાહ નું અંત ચંદ્ર ના ત્રીજા ભાવ માં ગોચર થી થશે, આ ગોચર ના લીધે પાડોશીઓ ના તમારા થી ઝગડા થવા ની શક્યતા છે. તમને કોઈ વાત ને વધારવા થી બચવું જોઈએ નહીંતર પરિસ્થિતિ બગડી શકે છે.
ઉપાય: દરરોજ સવારે શ્રી ગુરુ ધ્યાન મંત્ર નું જાપ કરો.

મકર
આ સપ્તાહ ચંદ્ર ના ગોચર ના લીધે તમારા અગિયારમા, બારમા, પહેલા અને બીજા ભાવ સક્રિય અવસ્થા માં રહેશે અને આજ ભાવો ના ગુણ મુજબ તમને આ સપ્તાહ ફળો ની પ્રાપ્તિ થશે. સપ્તાહ ની શરૂઆત માં જયારે ચંદ્રદેવ તમારા અગિયારમા ભાવ માં રહેશે ત્યારે તમારા ભાઈ બહેનો માં થી કોઈ નવું ઘર અથવા વાહન ખરીદી શકે છે. આના પછી ચંદ્ર દેવ રાશિ બદલી તમારા બારમા ભાવ માં ગોચર કરશે. આ સમય તમારે દરેક કામ ઘણી સાવચેતી થી કરવા ની જરૂર રહેશે કેમકે કોઈ જાત નું અકસ્માત થવા ની શક્યતા છે. જો તમે વાહન ચલાવો છો તો ઘણી સાવચેતી થી ચલાવો.

સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા પહેલા ભાવ માં ગોચર કરશે. આ સમય તમને પોતાના કાર્યક્ષેત્ર માં પોતાના કામ પર વિશેષ ધ્યાન આપવું હશે તમારું ખોટું કામ તમારા વરિષ્ઠો ની નજર માં આવી શકે છે અને તમારી ચાવી તેમની નજારો માં ખરાબ થયી શકે છે. જયારે તમે પોતાના કાર્યક્ષેત્ર માં હો છો ત્યારે બીજા વિચારો પોતાના મન પર ભારે ના થવા દો. સપ્તાહ ના અંત માં ચંદ્ર તમારા બીજા ભાવ માં ગોચર કરશે, આ દરમિયાન તમને નાણાકીય બાબતો માં પોતાના પિતા નું પૂરું સાથ મળશે. જો તમને પોતાના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવું છે તો પોતાના પિતા થી આના વિશે સલાહ જરૂર કરો તેમની શીખ તમારા જીવન ની કઠિનાઈઓ ને દૂર કરી શકે છે.
ઉપાય: દરરોજ શ્રી શનિ ધ્યાન મંત્ર નું જાપ કરો.

કુંભ
આ સપ્તાહ ની શરૂઆત માં ચંદ્ર તમારી રાશિ થી દસમા ભાવ માં રહેશે. દસમા ભાવ માં ચંદ્ર ના ગોચર ના લીધે કાર્યક્ષેત્ર માં તમને શુભ ફળો ની પ્રાપ્તિ થશે. જો તમે પોતાની મનગમતી જગ્યા પર ટ્રાન્સફર ઇચ્છતા હતા તો તમને આમ સફળતા મળી શકે છે. ત્યાંજ તમારા કામ ને જોઈને તામર બોસ પણ આ સપ્તાહ ખુશ રહેશે. આના પછી ચંદ્રદેવ જયારે અગગયારમાં ભાવ માં જશે તો તમારા પારિવારિક જીવન માં અમુક મુશ્કેલીઓ નું સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારી માતા ને આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ હોઈ શકે છે, પરંતુ ચિંતા ની કોઈ વાત નથી દવાઓ ના સેવન થી તે વહેલા સારી પણ થયી જશે.
સપ્તાહ ની વચ્ચે ચંદ્ર તમારા બારમા ભાવ માં ગોચર કરશે આ ગોચર ના લીધે તમારા પિતા ને અણધારી યાત્રાઓ ઉપર જવું પડી શકે છે. આ યાત્રાઓ અંગત કારણો ના લીધે પણ હોઈ શકે છે અને કામ ના લીધે પણ હોઈ શકે છે. સપ્તાહ ના અંત માં ચંદ્ર તમારા પહેલા ભાવ માં હશે. આ ભાવ માં ચંદ્ર ના ગોચર દરમિયાન આ રાશિ ના અપરિણીત જાતકો ને લગ્ન ના સારા પ્રસ્તાવ મળી શકે છે. ત્યાંજ જે જાતક પરિણીત છે તેમના જીવનસાથી ને અમુક એવી તક મળી શકે છે જેથી તમારા જીવન માં પણ સકારાત્મક પરિવર્તન આવશે.
ઉપાય: સવાર ના સમય શ્રી શનિ ગાયત્રી મંત્ર નું જાપ કરો.

મીન
આ સપ્તાહ ચંદ્ર તમારા નવમાં, દસમા, અગિયારમા અને બારમા ભાવ માં ગોચર કરશે. સપ્તાહ ની શરૂઆત માં નવમાં ભાવ માં ચંદ્ર ના ગોચર થી થશે. આ દરમિયાન આ રાશિ ના છાત્રો ને મુશ્કેલીઓ નું સામનો કરવો પડી શકે છે. કોઈ શિક્ષક ની સાથે તમારો બોલાચાલી થયી શકે છે. ત્યાંજ આ રાશિ ના નોકરિયાત જાતકો ના કામ ને પણ આ દરમિયાન પ્રશંસા નહિ મળે, જેના લીધે તેમને માનસિક તાણ થયી શકે છે. આના પછી ચંદ્ર દેવ જયારે તમારા દસમા ભાવ માં હશે ત્યારે તમારો કોઈ ખાસ મિત્ર તમારી જોડે કારકિર્દી સંબંધી મદદ માંગી શકે છે, અને તેમની મદદ કરવા માં તમારું ઘણું સમય વેડફાઈ શકે છે.

જોકે તમારા વડે આપેલી સહાયતા આગળ ના સમય માં તમારા કામ આવશે. સપ્તાહ ની વચ્ચે ચંદ્રદેવ તમારા અગિયારમા ભાવ માં ગોચર કરશે જેના લીધે તમારા બાળકો શિક્ષણ ના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી શકવા માં સક્ષમ હશે. જો તેમને કોઈ પ્રતિયોગી આપી હતી તો તેમ પણ સફળતા મળવા ની શક્યતા છે. સપ્તાહ ના અંત માં બારમા ભાવ માં ચંદ્ર ની સ્થિતિ તમારી માતા માટે અનુકૂળ રહેશે. ચંદ્ર ની આ સ્થિતિ ના લીધે તમારી માતા નું ભાગ્યોદય થશે અને તેમને ડરી ક્ષેત્ર માં સફળતા મળશે.
ઉપાય: સવાર ના સમય શ્રી ગુરુ ગાયત્રી મંત્ર નું જાપ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.